News of Friday, 9th February 2018

વિપક્ષ નેતા પરેશ ધાનાણીના ગઢમાં ગાબડાની હેટ્રીક :હવે ટીંબી યાર્ડમાં ભાજપ બિનહરીફ

રાજુલા યાર્ડ,જાફરાબાદ નગરપાલિકા બાદ ટીંબીમાં ભાજપ બિનહરીફ થતા કાર્યકરોમાં ખુશીનું મોજું

અમરેલી : વિધાનસભાના વિપક્ષ નેતા પરેશ ધાનાણીના અમરેલી ગઢમાં ત્રીજી વખત ગાબડું પડ્યું છે. ટીંબી માર્કેટિંગ યાર્ડના ચેરમેન ચેતન શિયાળની બિનહરીફ વરણી થતા ભાજપના કાર્યકરોમાં ખુશીનું મોજું ફેલાયું છે અત્રે ઉલ્લેખનીય છે કે અમરેલી જિલ્લામાં છેલ્લા 8 દિવસથી ભાજપનો ભગવો લહેરાય રહ્યો છે.
   તાજેતરમાં રાજુલા માર્કેટિંગ યાર્ડના ચેરમેનની બિનહરીફ વરણી થયા બાદ જાફરાબાદ નગરપાલિકા ભાજપની બિનહરીફ વરણી અને ફરી જાફરાબાદ તાલુકાના ટીંબી માર્કેટિંગ યાર્ડના ચેરમેન તરીકે ચેતન શિયાળ,વાઇસ ચેરમેન તરીકે ગૌતમ વરૂની વરણી કરવામાં આવી છે. અમરેલી જિલ્લામાં રાજયના પૂર્વ સંસદીય સચિવ અને રાજુલા જાફરાબાદના પૂર્વ ધારાસભ્ય હીરા સોલંકી ના પ્રયાસથી ભાજપનો દબદબો જોવા મળી રહ્યો છે. 

    ટીબીમાં ભાજપના કાર્યકરો દ્વારા ફટાકડા ફોડી સન્માન કરી ખુશી વ્યક્ત કરી હતી આવનારા સમયમાં કોંગ્રેસ માટે સમય વધુ કપરો આવે તેવી શક્યતા જોવા મળી રહી છે 

(8:47 pm IST)
  • ભારત - દક્ષિણ આફ્રિકા મહિલા થર્ડ વનડે : ડુ પ્રીઝે દક્ષિણ આફ્રિકાને જીત અપાવી : છતાં ટીમ ઈન્ડિયાએ શ્રેણી 2-1થી જીતી લીધી : સ્મૃતિ માંન્ધાનાને પ્લેયર ઓફ ધ સિરીઝ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો access_time 12:56 am IST

  • ફિલ્મ મણીકર્ણિકાના નિર્માતાઓને મળી મોટી રાહત : બ્રાહ્મણ સમાજે ફિલ્મનો વિરોધ પાછો ખેંચ્યો : 5 ફેબ્રુઆરીના રોજ બ્રાહ્મણ સમાજએ કંગના રનૌતની આગામી ફિલ્મ 'મણીકર્ણિકા' સામે ઈતિહાસમાં ચેડાં કરવાનો દાવો કરીને વિરોધ કર્યો હતો : ફિલ્મ નિર્માતાઓનું આશ્વાશન મળ્યા બાદ બ્રાહ્મણ સમાજે પોતાનો વિરોધ પાછો લીધો હોવાનું જાણવા મળી રહ્યું છે access_time 12:46 am IST

  • પ્રતિબંધ છત્તા તેજાબના ખુલ્લેઆમ વેચાણ વિરૂદ્ધ થયેલી અરજી અંગે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને નોટિસ ફટકારી : સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને તમામ રાજ્ય સરકારો પાસેથી જવાબ માંગ્યો : અરજીમાં સર્વોચ્ચ ન્યાયાલયના આદેશનું ઉલ્લંઘન થતું હોવાનું કહેવાયું છે access_time 9:22 am IST