News of Friday, 9th February 2018

ભાવનગરના ત્રાપજ પાસે અકસ્માતમાં અલંગના વેપારી વિજય ભટ્ટનું મોત

ભાવનગર-તળાજા હાઇવે ઉપર કાર અને ડમ્પર અથડાતા સર્જાયેલા અકસ્માતમાં એકનું મોત નિપજયુ હતુ. જયારે ત્રણને ગંભીર ઇજા થતા ભાવનગરથી ખાનગી હોસ્પિટલ ખસેડાયેલ છે. મૃતક યુવાન ભાવનગરનો રહેવાસી અને અલંગનો વેપારી હતો.(તસ્વીર : મેઘના વિપુલ હિરાણી-ભાવનગર)

ભાવનગર તા.૯ : ભાવનગર નજીક ત્રાપજ પાસે કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત થતા ભાવનગરના વિપ્ર યુવાનનું મોત નિપજયુ છે. જયારે ત્રણને ગંભીર ઇજા થઇ હતી. ભાવનગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયેલ છે.

અકસ્માતની મળતી વિગતો મુજબ ભાવનગર-તળાજા હાઇવે પર ત્રાપજ નજીક આજે સવારે કાર અને ડમ્પર વચ્ચે સર્જાયેલ અકસ્માતના ૪ને ગંભીર ઇજા થઇ હતી. જે પૈકી અલંગ ખાતે વ્યવસાય ધરાવતો વેપારી વિજયભાઇ બટુકભાઇ ભટ્ટ નામના ભાવનગર શહેરના વિપ્ર યુવાનનું મોત નિપજયુ હતુ. જયારે ત્રણને ભાવનગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયેલ છે. મૃતક અલંગમાં વિજય શેઠ તરીકે નામના ધરાવતા હતા. બનાવની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.

(4:16 pm IST)
  • પ્રતિબંધ છત્તા તેજાબના ખુલ્લેઆમ વેચાણ વિરૂદ્ધ થયેલી અરજી અંગે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને નોટિસ ફટકારી : સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને તમામ રાજ્ય સરકારો પાસેથી જવાબ માંગ્યો : અરજીમાં સર્વોચ્ચ ન્યાયાલયના આદેશનું ઉલ્લંઘન થતું હોવાનું કહેવાયું છે access_time 9:22 am IST

  • ફિલ્મ મણીકર્ણિકાના નિર્માતાઓને મળી મોટી રાહત : બ્રાહ્મણ સમાજે ફિલ્મનો વિરોધ પાછો ખેંચ્યો : 5 ફેબ્રુઆરીના રોજ બ્રાહ્મણ સમાજએ કંગના રનૌતની આગામી ફિલ્મ 'મણીકર્ણિકા' સામે ઈતિહાસમાં ચેડાં કરવાનો દાવો કરીને વિરોધ કર્યો હતો : ફિલ્મ નિર્માતાઓનું આશ્વાશન મળ્યા બાદ બ્રાહ્મણ સમાજે પોતાનો વિરોધ પાછો લીધો હોવાનું જાણવા મળી રહ્યું છે access_time 12:46 am IST

  • ભારત - દક્ષિણ આફ્રિકા મહિલા થર્ડ વનડે : ડુ પ્રીઝે દક્ષિણ આફ્રિકાને જીત અપાવી : છતાં ટીમ ઈન્ડિયાએ શ્રેણી 2-1થી જીતી લીધી : સ્મૃતિ માંન્ધાનાને પ્લેયર ઓફ ધ સિરીઝ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો access_time 12:56 am IST