Gujarati News

Gujarati News

News of Friday, 9th February 2018

બે દિ'થી ફરી ઠંડીનો ચમકારોઃ સવારથી ઠાર છવાયો

સૌરાષ્ટ્ર-કચ્છમાં જોરદાર ઝાકળવર્ષાઃ લઘુતમ તાપમાનમાં વધઘટ વાહન વ્યવહારને ભારે અસર

રાજકોટ તા.૯: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર ઠંડીની અસરમાં વધારા સાથે આજે વહેલી સવારે જોરદાર ઝાકળવર્ષા થઇ હતી.

ગઇકાલે વહેલી સવારથી ઠંડીની અસરમાં વધારા સાથે લઘુતમ તાપમાનમાં વધારો થતા ફરી વખત શિયાળાની ઠંડી સાથે સવારના સમયે ખુશનુમા વાતાવરણનો અનુભવ થઇ રહ્યો હતો કાલે રાત્રીના અને આજે વહેલી સવારના પણ ઠંડકનો અનુભવ યથાવત છે.

આવા વાતાવરણ વચ્ચે આજે વહેલી સવારના જોરદાર ઝાકળવર્ષાનો અનુભવ થયો હતો અને હાઇ-વે ઉપર વાહન વ્યવહારને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને વાહનોમા સતત લાઇટ ચાલુ રાખવી પડી હતી. જોરદાર ઝાકળવર્ષાના કારણે રસ્તા ઉપર જોવામાં પણ વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

બે દિવસથી ફરી ઠંડીનો ચમકારાનો અનુભવ થઇ રહ્યો છે અને સવારથી ઠાર છવાઇ ગયો છે.

ગોંડલ

ગોંડલઃ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ જોરદાર ઝાકળવર્ષા થતા વાહન વ્યવહારને ભારે અસર પડી હતી.

જામનગર

જામનગર : શહેરના તાપમાન ર૮ મહત્તમ, ૧૩ લઘુતમ, ૯૧ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૪.પ કિ. મી. પ્રતિ કલાક પવનની ઝડપ  રહી હતી.

કયાં કેટલી ઠંડી-ભેજ

શહેર

લઘુતમ તાપમાન

ભેજ

ગિરનાર

૪.૮ ડીગ્રી

૮૮ ટકા

ગાંધીનગર

૯.૦ ડીગ્રી

૬૭ ટકા

અમદાવાદ

૯.૮ ડીગ્રી

પ૯ ટકા

જુનાગઢ

૯.૯ ડીગ્રી

૭૧ ટકા

ડીસા

૧૧.૧ ડીગ્રી

પ૦ ટકા

નલીયા

૧૧.૪ ડીગ્રી

૮૮ ટકા

દિવ

૧૧.૪ ડીગ્રી

૭પ ટકા

પોરબંદર

૧૧.૯ ડીગ્રી

૭૦ ટકા

મહુવા

૧૧.૯ ડીગ્રી

પ૬ ટકા

ભાવનગર

૧૪.૪ ડીગ્રી

૪૮ ટકા

રાજકોટ

૧૪.પ ડીગ્રી

૯૩ ટકા

વેરાવળ

૧૬.ર ડીગ્રી

૬૧ ટકા

(11:49 am IST)