Gujarati News

Gujarati News

News of Wednesday, 10th January 2018

પુત્રના મૃત્યુના એક વર્ષ બાદ વીમો ઉતરાવી વીમા કંપની સાથે પોણા દસ લાખની છેતરપીંડીને પગલે પોલીસ ફરીયાદ

પાલનપુર પોલીસે ગાંધીધામમાં તપાસ કરતા ભાંડો ફુટયો

ભુજ, તા., ૧૦: ગાંધીધામ તાલુકાના પડાણા ગામનાં ભારાભાઇ હાજી સોલંકીએ વીમા એજન્ટની મદદ લઇને પાલનપુર સ્થિત બજાજ એલાયન્સ લાઇફ ઇન્સ્યુરન્સ કંપનીમાં પોતાના મૃત પુત્રને નામે દસ લાખનો વીમો ઉતરાવ્યો હતો. દરમ્યાન ચાર મહિનામાં પોતાના પુત્ર પ્રેમજીનું મૃત્યુ થયાનું બતાવીને પોણા દસ લાખનો કલેઇમ વીમા કંપની સમક્ષ કરાયો હતો. ૧૬ જુન ર૦૧પમાં વીમો લીધા બાદ મૃત્યુ પામેલા પુત્રનું ગાંધીધામ નગરપાલીકામાંથી ૧૪ ઓકટો. ર૦૧પનું ડેથ સર્ટીફીકેટ લીધું છે. જો કે આ સમગ્ર ઘટનામાં શંકા જતા વીમા કંપની બજાજ એલાયન્સે પોલીસ ફરીયાદ કરતા આ મામલો બહાર આવ્યો હતો. હજુ તપાસ ચાલુ છે. ફરીયાદ તપાસ પાલનપુર પોલીસ કરે છે.

(11:53 am IST)