Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

ધોરાજી ઉપલેટા ભાયાવદરમાં ભાજપના વિજેતા મહેન્દ્રભાઈ પાડલીયાની વિજય યાત્રા નીકળી

યાત્રા શહેરના વિવિધ માર્ગો પર ફરી સમસ્ત સિંધી સમાજ દ્વારા સિંધી કાપડ બજાર ખાતે ભવ્ય સ્વાગત:યાત્રાના તમામ લોકોને ચા અને પાણીની સેવા સમસ્ત સિંધી સમાજ આપી

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:75 વિધાનસભા ધોરાજી ઉપલેટા મતવિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મહેન્દ્રભાઈ પાડલીયા 11,000 થી વધારે મતોથી વિજય થતા
આજરોજ ધોરાજી ઉપલેટા ભાયાવદર પાનેલી વિગેરે ગામોમાં વિજય યાત્રા નીકળી હતી
વિજય યાત્રા ધોરાજી શહેરના સરદાર ચોક ખાતે વિજેતા ઉમેદવાર ડોક્ટર મહેન્દ્રભાઈ પાડલીયા પૂર્વ ધારાસભ્ય પ્રવીણભાઈ માકડીયા પ્રદેશ ભાજપ સદસ્ય દિનેશભાઈ અમૃતિયા સાથે જિલ્લા તેમજ શહેર અને તાલુકા ભાજપના આગેવાનો વિવિધ માર્ગો ઉપરથી પસાર થતા ધોરાજી વેપાર ઉદ્યોગ મહામંડળના પ્રમુખ લલીતભાઈ વોરા કિશોરભાઈ રાઠોડ દિલીપભાઈ હોતવાણી માધવ ગૌશાળાના ભુપતભાઈ કોયાણી વિગેરે ટીમ તેમજ ભક્ત શ્રી તેજાબાપા ટ્રસ્ટના ધીરુભાઈ કોયાણી સમસ્ત કડિયા સમાજના રાજુભાઈ યાદવ સમસ્ત સિંધી સમાજના ચુનીભાઇ સંભવાણી કિશોરભાઈ વાઘેલા વિગેરે દ્વારા ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું
  આ સમયે યાત્રા શહેરના વિવિધ માર્ગો પર ફરી સમસ્ત સિંધી સમાજ દ્વારા સિંધી કાપડ બજાર ખાતે ભવ્ય સ્વાગત કર્યું હતું તેમજ વિજય યાત્રાના તમામ લોકોને ચા અને પાણીની સેવા સમસ્ત સિંધી સમાજ આપી હતી
યાત્રા ધોરાજી ઉપલેટા ભાયાવદર પાનેલી ગામમાં ભારતીય જનતા પાર્ટીના વિજેતા ઉમેદવાર મહેન્દ્રભાઈ પાટડીયા નું ભવ્ય સ્વાગત સાથે સન્માન કરાયું હતું

(6:59 pm IST)