Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

ધોરાજીમાં સાયલેન્‍સરની ચોરી કરનારા બે ઝડપાયા

પાર્ક કરેલ ઇકો ગાડીની રેકી કરતા અને રાત્રીના કાઢી મેટલની ધાતુ વેચી નાખતા

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી, તા. ૯: ગઇ તા.૦૪/૧૨/૨૦૨૨ ના રાત્રીના સફેદ કલરની ઇક્કો કારના સાઇલેન્‍સર જેની કિ.રૂ.૫૦,૦૦૦/- વાળુ તથા તથા ગઇ તા.૦૧/૧૨/૨૦૨૨ ના રાત્રીના સાહેદ અલ્‍પેશભાઇ પ્રવિણભાઇ કાચા રહે. જુનાગઢ રોડ ઋષીવાડી સિધ્‍ધાથ નગર વાળાની સીલ્‍વર કલરની ઇક્કો કાર જેના GJ-03-ME-7295  નુ સાઇલેન્‍સર જેની કિ.રૂ.૫૦,૦૦૦/- નુ એમ મળી કુલ બે સાઇલેન્‍સર ની કિ.રૂ.૧,૦૦,૦૦૦/- ના મુદામાલની કોઇ અજાણ્‍યા ચોર ઇસમ ચોરી કરી લઇ જતા ગુનો રજી. થયેલ.

ઉપરોક્‍ત બનાવ બનેલની ગંભીરતાને ધ્‍યાને લઈ રાજકોટ રેન્‍જના નાયબ પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવની સુચના તથા પોલીસ અધિક્ષક રાજકોટ ગ્રામ્‍ય જયપાલસિંહ રાઠૌડના તથા નાયબ પોલીસ અધિક્ષકᅠઆર.એ.ડોડીયા, જેતપુર વિભાગનાઓના સીધા માર્ગદર્શન હેઠળ ઉપરોક્‍ત બનાવમા ઈન્‍સ.એ.બી.ગોહીલ નાઓએ તાત્‍કાલીક ધોરાજી પોલીસ ટીમનાં સર્વેલન્‍સ ટીમનાં પો.સબ ઈન્‍સ. આર.કે.ગોહીલ તથા એ.એસ.આઇ. એચ.બી.ગરેજા તથા પો.હેડ કોન્‍સ. ક્રિપાલસિંહ જાડેજા તથા પો.કોન્‍સ. રવિરાજસિંહ વાળા તથા પો.કોન્‍સ.

સુરપાલસિંહ જાડેજા તથા પો. કોન્‍સ. ઈશીતભાઈ માણાવદરીયા તથા પો.કોન્‍સ. શક્‍તીસિંહ જાડેજાને સુચના આપેલ જેથી ધોરાજી પો.સ્‍ટે.નો HAWK-EYE CCTV પ્રોજેકટની મદદથી  સીસીટીવી કેમેરા માંથી આ અજાણ્‍યા ચોર ઇસમોના મોટર સાયકલ નંબર શોધી મેળવતા જેના રજી નંબર GJ-03-KM- 1548 હોય જેથી સદરહુ મો.સા ના નંબર પોકેટ કોપ તથા ઇ-ગુજકોપની મદદ થી સર્ચ કરતા તે મોટર સાયકલ રાકેશકુમાર રાજેશભાઇ ડાભી રહે.રામપરા સોનાપુરી ગરબી ચોક પાસે વાળાનુ તેવી માહિતી મળતા જેથી  તપાસ કરતા તેઓ હાલે ધોરાજી કૈલાશનગરમાં ભાડાના મકાનમાં રહેવા જતા રહેલ હોય જેથી ત્‍યાં તપાસ કરતા રાકેશભાઇએ જણાવેલ કે આ મોટર સાયકલ મારા નામનુ છે પરંતુ તે મારો નાનોભાઇ આશિષ ચલાવે છે, અને મારો ભાઇ આશિષ થોડી વાર પહેલાજ આ મોટર સાયકલ લઇ તેના મિત્ર કુસાલ બારોટ જેની ધોરાજી જુનાગઢ રોડ ઉપર આવેલ ગેસ વેલ્‍ડીંગની કેબીને ગયેલ છે. જેથી સર્વેલન્‍સ સ્‍ટાફની ટીમ તુરંત ત્‍યાં જતા આ કેબીને આ મોટર સાયકલ પડેલ હોય અને બે ઇસમો કેબીનમાં બેસી કાંઇ કામ કરતા હોય જેથી ત્‍યાં જઇ  પૂછતા નં(૧) આશીષભાઇ ઉર્ફે કાનો  રાજેશભાઇ ડાભી કોળી ઉ.વ. ૨૩ ધંધો મીષાીકામ રહે  કૈલાશ નગર ચકી વાળી ગલીમા ભાડા ના મકાનમા  તથા નં(૨) કુશાલ ઉર્ફે ભાણો મનોજભાઇ સુરજીવાલા બારોટ ઉ.વ. ૨૦ ધંધો વેલ્‍ડીંગ કામ રહે. બાલધાના ચોરે ડેલી ફળીયુ સાઇબાબા ના મંદીરની બાજુમા વાળો હોવાનું જણાવેલ બાદ આ બન્ને ઇસમોને સાથે રાખી કેબીનની જડતી કરતા તેમાંથી બે ઇકો કારના સાયલેન્‍સર તથા એક કપડાની થેલીમાં સાયલેન્‍સર માંથી કાઢેલ મેટલની ભુકી મળી આવેલ હોય જે બાબતે બન્ને ઇસમોએ સદરહુ સાયલેન્‍સર ધોરાજી શહેરમાંથી જુદા જુદા સમયે અને જુદી જુદી જગ્‍યાએથી ઇકો કારમાંથી ચોરી કરેલાનું જણાવતા હોય અટક કરી આગળની કાર્યવાહી શરૂ કરેલ,આ બન્ને આરોપીએ એકાદ માસ પહેલા ધોરાજી સંજયનગર જમનાવડ રોડ ઉપરથી ઇકકોમાંથી (ર) વિસેક દિવસ પહેલા ધોરાજી માતાવાળીમાંથી ઇકકોમાંથી (૩) બે માસ પહેલા ધોરાજી સુધરાઇ કોલોનીમાંથી ઇર્કો કારમાંથી (૪) આઠેક દિવસ પહેલા ધોરાજી જુનાગઢ રોડ ઋષી વાડીમાંથી ઇકકો કારમાંથી (પ) આશરે ચારેક દિવસ પહેલા ધોરાજી દાનાવાલા ચોકમાંથી ઇક્કોક ારમાંથી (૬) આશરે એક ડોટ માસ પહેલા ઉપલેટામાંથી વડલી ચોક તથા ધોરાજી રોડ ઉપલેટા બાઇ પાસ પુલ પાસે તથા પટેલ સમાજ પાસેથી ઇકકો કારમાંથી (૭) આશરે એક પીસ દિવસ પહેલા ઉપલેટા તાલુકાના ગધેથળ ગામે મંદિર પાસેથી ઇકકો કારમાંથી (૮) આશરે બે માસ પહેલા બગસરામાં ઇકકો કારમાંથી (૯) જેતપુર અમરનગર રોડ ઉપરથી ઇકકો કારમાંથી (૧૦) આશરે ત્રણેક માસ પહેલા ભાયાવદર ગામ જામજોધપુર રોડ ઉપરથી ઇકકો કારમાંથી (૧૧) લાલપુર ગામમાંથી ઇકકો માંથી  (૧ર) દોઢ માસ પહેલા રાણાવાવમાંથી ઇકકો કારમાંથી (૧૩) બે અઢી માસ પહેલા જામ-ખંભમાળીયાના સાકળી ગામાંથી ઇકકો કારમાંથી (૧૪) ત્રણેક માસ પહેલા ગુંદા ગામમાંથી ઇકકો કારમાંથી સાઇલેન્‍સરોની ચોરી કરેલ હોવાની કબુલાત આપેલ છે.

 આ બન્ને આરોપીઓ રાત્રીના સમયે અલગ અલગ જગ્‍યાએ પોતાના મો.સા. દ્વારા સીટી વિસ્‍તારમાં રોડ ઉપર પાર્ક કરેલ ઇકો ગાડીઓની રેકી કરી અને રાત્રીના સમયે કઇ ગાડીમાંથી સાયલેન્‍સર કાઢી તેમાંથી નીકળતી કિંમતી મેટલની ધાનુ કાઢી વેચી દેતા હતા.

(1:56 pm IST)