Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

આમ આદમી પાર્ટીના ઉમેદવારના માધ્‍યમથી ગુજરાત તેમજ ધોરાજીમાં કોંગ્રેસનો પરાજય થયો છે : લલિત વસોયા

ધોરાજી ૭૫ વિધાનસભામાં પાંચ વર્ષ બાદ ફરી કમળ ખીલ્‍યું ભાજપના મહેન્‍દ્રભાઈ પાડલીયા નો ૧૧,૭૨૧ મતથી જવલંત વિજય થયો : ભાજપના પરાજય સામે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ૨૮,૯૮૮ મત લઈને કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાને કારમો પરાજય કરાવ્‍યો

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી તા. ૯ : ધોરાજીમાં પાંચ વર્ષ બાદ કમળ ખીલ્‍યું જેનો જવલંત વિજય સાથે ધોરાજી ઉપલેટા પંથકમાં ભારે આતસ બાજી સાથે લોકોએ વિજય ઉત્‍સવ ઉજવ્‍યો.

૭૫ ધોરાજી વિધાનસભા સીટમાં સર્વે મુજબ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અથવા તો કોંગ્રેસના ઉમેદવાર નજીવી જીતથી જીત મેળવશે તે પ્રકારના સામસામે દાવા થતા હતા પરંતુ પરિણામ આવતા કોંગ્રેસને હરાવવામાં મુખ્‍ય પાસો ગણાતા આમ આદમી પાર્ટી જાહેર થયું છે અને ભારતીય જનતા પાર્ટીના નવ નિયુક્‍ત ઉમેદવાર ડો. મહેન્‍દ્રભાઈ પાડલીયા ૧૧૭૨૧ મતની જંગી લીડ થી જીતી ગયા છે.

ભાજપ કોંગ્રેસની હાર જીતનું મુખ્‍ય પાસું જો ગણાતું હોય તો તે આમ આદમી પાર્ટી એ કોંગ્રેસનો ગઢ તોડી નાખ્‍યો છે આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિજય સખીયાએ ૨૮,૯૮૮ મત મેળવીને કોંગ્રેસમાં વાવાઝોડુ ફેરવી દીધુ હતું.

કોંગ્રેસના દિગ્‍ગજ સૌરાષ્‍ટ્રના નેતા ગણાતા લલિત વસોયાને હરાવવા ખૂબ જ મુશ્‍કેલ હતા કારણ કે સ્‍થાનિક ઉમેદવાર હતા અને લોકોની વચ્‍ચે સતત રહેતા લલિત વસોયા કયા કારણસર હાર્યા તે બાબતનું તેમને પૂછવામાં આવતા તેમને જણાવ્‍યું કે આમ આદમીના કારણે આ વિસ્‍તારને જીતેલી બાજુ હું હારી ગયો છું

આમ આદમી પાર્ટીને પાછળથી ટેકો ભારતીય જનતા પાર્ટીએ આપ્‍યો હતો અને ખોટી લાલચુ અને ગેરંટી કાર્ડના માધ્‍યમથી સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસને ખૂબ જ મોટી નુકસાની ભોગવી પડી છે જેના ભાગરૂપે આમ આદમી પાર્ટીએ ૭૫ ધોરાજી વિધાનસભા સીટમાં ૨૮,૯૮૮ મત મેળવીને કોંગ્રેસના મત કાપ્‍યા હતા જેના માધ્‍યમથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનો વિજય થયો છે.

ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડો. મહેન્‍દ્ર પાડલીયા ને જીતને વધાવતા ધોરાજી ભારતીય જનતા પાર્ટીના સિનિયર નેતા ગણાતા લલિત ભાઈ વોરા એ જણાવેલ કે આજે ગુજરાતમાં નવો ઉદય થયો છે અનેક રેકોર્ડ પણ તોડ્‍યા છે અને ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ ૧૫૭ થી વધારે સીટુ જીતીને એક નવો રેકોર્ડ કર્યો છે.

આ સાથે ભારતના પ્રધાનમંત્રી નરેન્‍દ્ર ભાઈ મોદી ગુજરાતના પનોતા પુત્ર અને ભારતના ગળહ મંત્રી અમિતભાઈ શાહ તેમજ ગુજરાતના મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સી આર પાટીલ નો હું આભાર માનું છું.

સાથે  ૭૫ ધોરાજી વિધાનસભા સીટમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડોક્‍ટર મહેન્‍દ્રભાઈ પાડલીયાએ ૧૧,૭૨૧ મતની જંગી લીડથી વિજય થયા છે તે બદલ હું તેઓનો આભાર માનું છું.

આ સાથે અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્‍ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ ધોરાજી સમસ્‍ત સિંધી સમાજના પ્રમુખ દિલીપભાઈ હોતવાણી પરેશભાઈ વાગડીયા શહેર ભાજપ મહામંત્રી વિજયભાઈ બાબરીયા, મનીષભાઈ કંડોલિયા, મંત્રી ધીરુભાઈ ગોયાણી, ઉત્‍પલભાઈ ભટ્ટ, ઇશ્વરભાઇ બાલધા, વિજયભાઈ અંટાળા (ભગવાન) વિઠ્ઠલભાઈ હિરપરા, કિરીટભાઈ વઘાસિયા, શહેર તાલુકા ભાજપના હોદ્દેદારોએ વિજેતા ઉમેદવાર ડો. મહેન્‍દ્રભાઈ પાડલીયા ને શુભેચ્‍છા સાથે અભિનંદન પાઠવ્‍યા હતા. આ સાથે ૭૫ વિધાનસભા મત ક્ષેત્રના ધોરાજી ઉપલેટા શહેર અને તાલુકા ભાજપના હોદ્દેદારોએ ભવ્‍ય આતશ બાજી સાથે ભવ્‍ય વિજય ઉત્‍સવ ઉજવ્‍યો હતો.

(1:56 pm IST)