Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

પોરબંદરમાં ભ્રષ્‍ટાચાર, સફાઇ કામદારોને મત આપવા માટે ધમકીઓ તથા માછીમારોની નારાજગીથી બાબુભાઇ વિજય હેટ્રિક નોંધાવી ન શકયા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા.૯ : નગરપાલિકામાં ભ્રષ્‍ટાચારની ફરિયાદ, ચુંટણી પહેલા સફાઇ કામદારોને ભાજપને મત અપાયેલી ધમકીઓ, રોડના નબળા કામો તેમજ માછીમારોના પ્રશ્ને ધ્‍યાન અપાતું ન હોય માછીમારોમાં વધતી નારાજગી વગેરે પ્રશ્નોથી વધી ગયેલી નારાજગી ચુંટણીમાં સતત ર ટર્મથી ચુંટાઇ આવતા ભાજપના ઉમેદવાર બાબુભાઇ બોખીરીયા આ વખતે વિજય હેટ્રીક નોંધાવી શકયા નહી.

પોરબંદરમાં ર૦૧૭માં બાબુભાઇ બોખીરીયાએ કોંગ્રેસના અર્જુનભાઇ મોઢવાડીયાને ૧૮૦૦ મતોથી હરાવ્‍યા હતા. બાબુભાઇ બોખીરીયા સતત ર ટર્મથી જીતતા આવે છે. પરંતુ પોરબંદરમાં છેલ્લા રવર્ષથી બાબુભાઇનો વિવિધ અણઉકેલ પ્રશ્નોમાં ધ્‍યાન નહી આવતા હોય ખુબ જ વિરોધ થયો હતો. બાદમાં પોરબંદર નગરપાલિકાના પ્રમુખ તરીકે  સરજુભાઇને બેસાડેલા આ દરમિયાન સરજુએ નાના ધંધાદારીને ખુબ જ પરેશાન કર્યા છે. તેવી ફરિયાદો સતત ઉઠતી હતી. આ ઉપરાંત લારી ગલ્લા તેમજ ટેક્ષી પાર્કિગ વાળાને પણ પરેશાન કરતા લોકોની રોજીરોટી ઉપર ઘા આવતા લોકો નારાજ થયા હતા.

આ ઉપરાંત માછીમારોને પણ ડીઝલની સબસીડી ડ્રેજીંગને લઇને પણ પરેશાન હતા. તેમજ મોંઘવારી પણ મોટું ફેકટર હતુ. તેમજ કહેવાય છે કે પાલિકાના પ્રમુખ તરીકેનો રોફ મુખ્‍યમંત્રી કરતા પણ ઉંચો હતો અને સફાઇ કામદારોને પણ ભાજપને મત નહી આપો તો સસ્‍પેન્‍ડ કરવાની ધમકી આપતાં અને ઘણાને સસ્‍પેન્‍ડ કર્યા અને અનેક લોકોને ફરજીયાત રાજીનામા અપાવ્‍યાનું ચર્ચિત એવી પણ ચર્ચા છે કે કર્મચારીને ગાળો સિવાય વાત કરતા નહી અને બિલ્‍ડર લોબીને પણ ભ્રષ્‍ટાચારને લઇને પરશાની વધી હતી.

સામાન્‍ય માનવીને  મકાન બનાવવાનું હોય તો પણ તગડી રકમ માંગતા હોય અને ન આપે તો કામ પણ બંધ કરાવતા હતા અને બહુજ જુની તારીખમાં એટલે કે ઓફિ લાઇન બાંધકામની પરવાનગી મોટો ભ્રષ્‍ટાચાર અંગે શહેરમાં ચર્ચા થતી રહેતી હતી. આ ઉપરાંત પ્રમુખના નાનાભાઇ ચેમ્‍બરના પ્રમુખ હોય તેના લીધે પણ વેપારીને બહુ હેરાન કરતા હોવાની અનેક ફરિયાદો ઉઠી છે.

(1:54 pm IST)