Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

ટંકારા બેઠક ઉપર ‘‘આપ'' નિર્ણાયક બન્‍યુ, ભાજપ જીત્‍યુને કોંગ્રેસના લલિત કગથરા હારી ગયા!

(હર્ષદરાય કંસારા દ્વારા)ટંકારા તા. ૯ : ટંકારા સીટ ઉપર ભાજપ ના ઉમેદવારના દુર્લભજીભાઇ દેથરિયાની ૧૦૨૫૬ મત થી જીત થયેલ છે.

ભાજપના  દુર્લભજીભાઇ દેથરીયાએ પ્રથમ રાઉન્‍ડથી જ  લલિત ભાઈ કગથરા ઉપર ૭૬ મત ની સરસાઈ મેળવેલ. જે નવમાં રાઉન્‍ડમાં  ૧૧૨૭૦ મતો ની થયેલ. ૨૦ માં રાઉન્‍ડમાં થોડી લીડ ઘટેલ અને ૯૯૯૩ ની લીડ થયેલ .૨૧ માં રાઉન્‍ડમાં ૧૦૧૪૧ મતની લીડ થયેલ. જ્‍યારે ૨૨ માં રાઉન્‍ડમાં ૧૦,૨૪૬ મતોની લીડ થયેલ. બેલેટ પેપર મતદાનની ગણતરી સહિત ૧૦,૨૫૬ મતોથી વિજેતા થયેલ છે . આ વિજયમાં આપના ઉમેદવાર સંજયભાઈ ભટાસણા ૧૭,૮૩૪  મતો મેળવેલ છે આપ  નિર્ણાયક બનેલ છે. તેણે ભાજપ તથા કોંગ્રેસને નુકસાન કે ફાયદો કરેલ તેની ગણતરી થઈ રહી છે. કોંગ્રેસના ઉમેદવાર લલીતભાઈ કગથરાએ હારનો સ્‍વીકાર કરેલ અને આપે ભાજપ ને ફાયદો કર્યાનું જણાવેલ.ભાજપ ના ઉમેદવારના દુર્લભજીભાઇ દેથરિયા એ મતદાન ના દિવસે ૧૦૦૦૦ ની લીડ નિકળશે તેમ જણાવેલ તે સાચું પડેલ છે.

ભાજપના ઉમેદવારના દુર્લભજીભાઇ દેથરિયાને ૮૨૮૪૫+૪૨૯ બેલેટ પેપર મળીને ૮૩૨૭૪ મતો મળ્‍યા છે. કૉંગ્રેસના ઉમેદવાર લલિતભાઈ કગથરાને    ૭૨૫૯૯+૪૧૯ બેલેટ પેપરના મત મળી ૭૩૦૧૮મતો મળેલા છે.બસપાના ઉમેદવાર ચાનાની મુકેશભાઇ અભરામ ભાઇ ૧૬૬૬+૦૪ બેલેટ પેપર મળી કુલ૧૬૭૦ મત મળ્‍યા છે. વિપીપીના ઉમેદવાર પરમાર શૈલેષ મનુભાઈને ૯૦૬+૦૪બેલેટ મત સાથે કુલ૯૧૦ મત મળેલ છે. આપના ઉમેદવાર સંજય ભટાસના ને ૧૭૬૧૭+૨૧૭ બેલેટ પેપર મત મળી ૧૭૮૩૪ મત મળ્‍યા છે. નોટા ૧૯૭૯+૧૪ કુલ ૧૯૯૩ મત છે. ટોટલ ૧૭૭૬૧૨+૧૦૮૭કુલ૧૭૮૬૯૯ મતોની મત ગણતરી કરવામાં આવેલ હતી.

(1:52 pm IST)