Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

મોરબીના ઝૂલતા પૂલ દુર્ઘટના મુદ્દે વડાપ્રધાન વિરૂધ્‍ધ ટ્‍વીટ કરનાર ટીએમસી કોંગ્રેસના નેતા સાકેત ગોખલેની ધરપકડ

અમદાવાદ સાયબર ક્રાઇમે સાકેત ગોખલેને પકડી પાડી મોરબી પોલીસને સોંપ્‍યા : દક્ષ પટેલ અને ટી.એમ.સી.ના નેતા સાકેત ગોખલે સામે આચારસંહિતા ભંગ સબબ પ્રાંત અધિકારીએ ફરીયાદ કરી'તી

અધિકારી અને પ્રાંત અધિકારી ડી.એ.ઝાલા ચુંટણીના સમય દરમિયાન આચારસંહિતાનું પૂર્ણ પણે પાલન થાય તેની તકેદારી રાખી રહ્યા હતાં. એવા સમયે ડી.ઇ.ઓ ઓફીસમાં ચાલતા સોશિયલ મીડીયા સેલ દ્વારા તેમને જણાવામાં આવ્‍યું હતું કે મોરબી જીલ્લા ખાતે ઝૂલતા પુલની સંવેદનશિલ ઘટના બની હતી.અને આ દુઃખદ ઘટના અનુસંધાને ભારતના વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી મોરબીની મુલાકાતે પણ આવ્‍યા હતા. ગત તા. ૧મતદાન ચાલતું હતુ તે દિવસે ૦૮/૨૯ વાગ્‍યે ટીએમસી નેતા સાકેત ગોખલેના ટવીટર આઇ.ડીᅠ“Saket Gokhale”ᅠપર ᅠવડાપ્રધાન વિષે  વાંધાજનક ટ્‍વીટ કરવામાં આવી હતી. તેની ચુંટણી અધિકારી અને ડી.ઇ.ઓ ઓફીસમાં ચાલતા સોશિયલ મીડીયા સેલ દ્વારા તપાસ કરતા બે સ્‍ક્રીનશોટ પણ પોસ્‍ટ કરવામાં આવ્‍યા હતા.

સ્‍ક્રીન શોટની ચકાસણી કરતા તેમાᅠ“Dax Patel”ᅠનામના ટ્‍વીટર ᅠઆઇ.ડી ધારકે પણ તા.૩૦/૧૧/૨૦૨૨ ના રોજ આ જ વાંધાજનક કન્‍ટેન્‍ટને લગતુ લખાણ લખી તેની નીચે કોઇ અખબારનુ કટીંગ પોસ્‍ટ કર્યું હતુ જેનુ હેડીંગ નિહાળતાᅠ‘નરેન્‍દ્ર મોદીની મોરબી મુલાકાત પાછળ ૩૦ કરોડનો ખર્ચ : RTIᅠમાં ખુલાસો'ᅠતેવુ લખાણ લખેલ પેપર કટીંગસાથેનુ ટવીટ કરવામાં આવેલ હતુ. પરંતુ આ પ્રકારની કોઇᅠય્‍વ્‍ત્‍દ્ગક માહીતી મોરબી કલેકટર ઓફીસ ખાતેથી આપવામાં આવેલ ન હોય. જેથી ᅠઆરોપી દક્ષ પટેલ અને ટીએમસી નેતા સાકેત ગોખલે દ્વારા મોરબીની ગોઝારી દુર્ઘટના વખતે જયારે ભારતના પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદી મોરબીની મુલાકાતે આવ્‍યા હતાં. એ સમયની મુલાકાત વિશે ખોટી માહીતી આપતી ટ્‍વીટ પોસ્‍ટ કરવામાં આવી હતી અને આદર્શ આચાર સંહિતા અમલમાં હોવા છતા ચુંટણી અનવ્‍યે વિવિધ વર્ગો વચ્‍ચે દુશ્‍મનાવટ તેમજ તિરસ્‍કારની ભાવના ઉત્‍પન થાય તે હેતુથી ખોટી માહીતી આપવામાં આવી હોવાનું આ ટ્‍વીટથી સામે આવ્‍યું હતું.

મોરબી સીટી બી ડીવી. પોલીસે બંને વિરુદ્ધ આચારસંહિતાના ભંગ બદલ લોકપ્રતિનીધીત્‍વ એકટ ૧૯૫૧ ની કલમ ૧૨૫ મુજબ ગુનો દાખલ કર્યો હતો. જેના આધારે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(3:12 pm IST)