Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

ખંભાળીયામાં ભાજપને જીત અપાવવામાં પરિમલભાઇ નથવાણીની ખાસ મહેનત

ફોર્મ ભરવાથી વિજયસત્તા સુધી

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા,તા. ૯ : ભાજપને જીતાડવા માટે રીલાયન્સના ડાયરેકટર તથા સાંસદ પરિમલભાઇ નથવાણીની અદભૂત જહેમત કારણરૃપ હતી.

ફોર્મ ભરવાના દિવસથી જ ટેકેદાર તરીકે હાજર રહીને ખંભાળીયા શહેર તથા વાડી વિસ્તારોમાં ભાજપના ઉમેદવાર મુળુભાઇ બેઠા માટે સુંદર વાતાવરણ સર્જવામાં મોટો ફાળો આપનાર પરિમલભાઇ નથવાણીએ ગઇ કાલે ખંભાળીયાની મુળુભાઇની વિજયસત્તામાં હાજરી આવા મુંબઇથી ખાસ વિમાનમાં જામનગર આવીને ખંભાળીયા વિજયસત્તામાં હાજરી આપીને મુળુભાઇ બેરાનું સન્માન પણ કર્યું હતું. તથા ખંભાળીયાનો વિકાસ જિલ્લાના વડા મથક તરીકે અનોખો થાય તેવી આશા વ્યકત કરી હતી.

(3:10 pm IST)