Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

કેશોદમાં ભાજપને ૩૬.ર૪, કોંગ્રેસને ૩૩.૩૩ તથા આપને ૧પ.૬૯% જનસમર્થન

ભારે રસાકસી અને ચડાવ-ઉતાર વચ્‍ચે

(સંજય દેવાણી દ્વારા) કેશોદ, તા. ૯ ભાજપના ગઢ મનાતા કેશોદ વિધાન સભા મત વિસ્‍તારમાં ફરી એક વખત છઠ્ઠી ટર્મમાં પણ ભાજપનો દબદબો યથાવત રહેવા પામેલ છે. સીટીંગ ધારાસભ્‍ય અને પશુપાલન મંત્રીશ્રી દેવાભાઇ પુનાભાઇ માલમ તેમના નજીકના  પ્રતિસ્‍પર્ધી કોંગ્રેસના હીરાભાઇ અરજણભાઇ જોટવાની સામે ૪ર૦૮ જેવી સરસાઇથી જીત મેળવેલ છે.

ગઇકાલે ભાજપના દેવાભાઇ માલમના વિજયના સમાચારો મળતા તેઓના સમર્થકો અત્રેના ચાર ચોક વિસ્‍તારમાં દોડી આવી ડી.જે.ના તાલે તેઓના વિજયોત્‍સવની તૈયારી શરૂ કરેલ હતી. દરમિયાન જુનાગઢ ખાતે મત ગણત્રીની પ્રક્રિયા પૂર્ણ કરી લગભગ બપોરના ૩ કલાકેના અરસામાં દેવાભાઇ અત્રે આવી પહોંચતા પુષ્‍પવર્ષા સાથે તેઓને વધાવી લઇ વિશાળ સંખ્‍યામાં તેમના ચાહકો, કાર્યકરો સાથે વિજય યાત્રા શહેરના મુખ્‍ય માર્ગો પર ફરેલ હતી.

પ્રવર્તમાન ચૂંટણી દરમ્‍યાન ભાજપ, કોંગ્રેસ, આપના ત્રિપાંખીયા ચૂંટણી જંગ વચ્‍ચે ભાજપના પૂર્વ ધારાસભ્‍યએ પણ ચૂંટણી મેદાનમાં અપક્ષ તરીકે ઝંપલાવતા ભારે રસાકસી વચ્‍ચે સ્‍થિતિ ભર્યા નાળીયેલ જેવી જણાતી હતી આ સંજોગો ગત તા. ૧ ના રોજ લગભગ ૬ર ટકા જેવું મતદાન થયા બાદ ગઇકાલે હાથ ધરાયેલ મતગણતરી પ્રક્રિયા દરમિયાન પણ ભારે ચડાવ ઉતાર જોવા મળેલ હતા બાદમાં ૧૯ માં રાઉન્‍ડના અંતે ભાજપના દેવાભાઇ માલમને સતાવાર રીતે વિજય જાહેર કરવામાં આવેલ હતા.

કેશોદ વિધાનસભા મત વિસ્‍તારમાં ૧પ૧૧૮૭ પોલીંગ મશીન તથા ૧૭૩૧ પોસ્‍ટલ બેલેન્‍સ મળી કુલ ૧પર૯૧૮ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરેલ હતો. જેમાં ૩૬.ર૪ ટકા ભાજપ ૩૩.૩૩ ટકા કોંગ્રેસને, ૧પ.૬૯ ટકા આપને તથા ૧ર.૪૮ ટકા મતોનું ભાજપના અસંતુષ્‍ટ પૂર્વ ધારાસભ્‍યને લોક સમર્થન મળેલ હતુ. આ ચૂંટણીમાં મુખ્‍ય પ્રક્ષો સહિત કુલ ૭ ઉમેદવારો ચૂંટણી જંગમાં હતા. જેમાં અન્‍ય ત્રણ ઉમેદવારોને ૦.રપ થી ૦.પ ટકા જેવું જનસમર્થન મળેલહ તું. જયારે ૧.૧ર ટકા મતદારોએ નોટાનો વિકલ્‍પ પસંદ કરેલ હતો.

તમામ પક્ષના મતોની આંકડાકીય માહીતી પર એક નજર કરીએ તો ભાજપને પોલીસંગ બુથમાંથી પપ૪૦૭ તથા પોસ્‍ટલ બલેટના ૩૯પ મળી કુલ પપ૮૦ર મત, કોંગ્રેસને પોલીંગ (મશીન) બુથ પ૦૯૬ર તથા પોસ્‍ટલ બેલેટના ૬૩ર મળી કુલ પ૧પ૯૪ મત, આપને પોલીંગ બુથમાંથી ર૩૯૮પ તથા પોસ્‍ટલ બેલેટના પ૧ર મળી કુલ ર૪૯૯૭ મત તથા ભાજપના અસંતુષ્‍ટ પૂર્વ ધારાસભ્‍યને પોલીંગ બુથમાંથી ૧૯૦૮૬ તથા પોસ્‍ટલ બેલેટના ૧૮૮ મળી કુલ ૧૯ર૭૪ મતો પ્રાપ્‍ત કરેલ છે.

દરમિયાન અન્‍ય ત્રણ ઉમેદવારોને ૭૬ર, ૩૭૯ તથા ૬૧૧ મળી ત્રણેયના સાથે મળીને જેવા મતો કુલ માત્ર ૧૭પર મતે પહોંચી શકેલ  છે. જયારે પોલીંગ બુથમાં ૧૭૦૬ તથા પોસ્‍ટલ બેલેટના ૧૩ મળી ૧૭૧૯ મતદારોએ નોટાના વિકલ્‍પને પસંદ કરેલ હતો.

(1:30 pm IST)