Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

૭૭ હજારની ઐતીહાસિક લીડથી વિજય મેળવી ફરી લોકોના કામ કરવા કોલ આપ્‍યો

જેતપુરના મતદારો ભાજપ સીવાય અન્‍ય પક્ષને સ્‍વીકારતા નથીઃ જયેશભાઇ રાદડીયા

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા. ૯ : ૭૪ જેતપુર વિધાનસભાની બેઠક ઉપર આ વખતે ચોપાંખીયો જંગ હોય લોકોના મંતવ્‍યો અલગ-અલગ જાણવા મળતા હતા. ચુંટણી જંગના મેદાનમાં આવેલ કુલ ૮ ઉમેદવારોમાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, સમાજવાદી પાર્ટીના ઉમેદવારો એક બીજાને ભરીપીવા એડીચોટીનું જોર લગાવેલ પરંતુ જેતપુરના લોકોની તાસીર મુજબ ભાજપ સીવયા અન્‍ય કોઇ પક્ષને સ્‍વીકારતા નથી. જયેશભાઇ રાદડીયા છેલ્લા ૧૦ વર્ષથી ધારાસભ્‍ય તરીકે હોય લોકોના પ્રશ્નોને યોગ્‍ય રીતે વાચા આપતા લોકોના હૃદયમાં સ્‍થાન મેળવ્‍યુ છે. તેથી લોકોના વિશ્વાસના કારણે જયેશભાઇ જંગી લીડથી જીતતા હોય આ વખતે પણ લોકોએ તેમના પરનો વિશ્વાસ કાયમ રાખી ઐતીહાસીક ૭૭ હજાર જેટલી જંગી લીડથી વિજય બનાવ્‍યા સાંજે ૪ કલાકે તેમનુ વિજય સરઘસ જુનાગઢ રોડ પર આવેલ મધ્‍યસ્‍થ કાર્યાલયથી નીકળેલ જે શહેરના તમામ મુખ્‍ય માર્ગો પર ફરતા લોકોએ ફુલહારથી સ્‍વાગત કરેલ.

વિજય સરઘસ વિજય ચોકમાં સભામાં ફેરવાયુ હતું જયેશભાઇએ તમામ મતદારોનો આભાર માની ચૂંટણી સમયે વાતાવરણ ડોળવાનો પ્રયત્‍ન કરનારા લોકોને આડાહાથે લીધા હતા જંગી લીડ અપાવવા બદલ જેતપુર, જામકંડોરણાના લોકોનો આભાર માન્‍યો હતો. આ પ્રસંગે ડાઇંગ એશો.ના પ્રમુખ જેન્‍તીભાઇ રામોલીયા, રાજકોટ જીલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાચરીયા સહીતના આગેવાનોએ જયેશભાઇને મંત્રી મંડળમાં ઉચ્‍ચો હોદો મળે તેવી લાગણી વ્‍યકત કરી હતી.

(1:28 pm IST)