Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

જેતપુરના જૂનાગઢ રોડ પર બાવળની ઝાડીમાં દારૂની હેરાફેરી કરતો ફીરોઝ ૬૦૪ દારૂના ચપલા સાથે ઝડપાયો

(કેતન ઓઝા દ્વારા) જેતપુર,તા.૯ : શહેર પોલીસ ગઇ કાલે રાત્રીના પેટ્રોલીંગમાં નીકળેલ દરમ્‍યાન બાતમી મળેલ કે જૂનાગડ રોડ પર આવેલ મામા દાદાના મંદિર પાછળ બાવળથી ઝાડીવાળા મેદાનમાં દારૂની હેરાફેરી થતી હોય જે આધારે પોલીસે બાતમીવાળી જગ્‍યા ઉપર દારૂ અંગેની રેડ કરતા ૧ શખ્‍સ ફિરોઝ મામદભાઇ ખેભર (રહે. બળદેવ ધાર) દારૂના ખોખાની હેરાફેરી કરતો હોય પોલીસે ફીરોઝને ઇંગ્‍લીશ દારૂના ચપલા નંગ ૬૦૪ તથા મોબાઇલ -૧ મળી કુલ રૂા. ૬૩,૪૦૦ના મુદ્દામાલ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરેલ. આ રેડમાં પી.એસ.આઇ જી.જે.ઝાલા સ્‍ટાફના રાજુભાઇ શામળા, ચંદ્રસિંહ વસૈયા, હિતેશભાઇ વરૂ, નિલેશભાઇ મકવાણા, રામજીભાઇ ગરેજા, મનદિપસિંહ જાડેજ, ઘનશ્‍યામસિંહ જાડેજા, શકિતસિંહ ઝાલા, સુરેશભાઇ ભરવાડ, જયેશભાઇ દાફડા સહિતના જોડાયા હતા.

(1:28 pm IST)