Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

જામનગર નજીક ટ્રકે મોટરસાયકલને હડફેટે લેતા મોત

જામનગર, તા.૯: પંચ એ પોલીસ સ્ટેશનમાં રઘુભાઈ વશરામભાઈ બાબરીયા, ઉ.વ.પપ, રે. ગોકુલનગર સાઈના વાળી શેરી, નંદનીકેતન વિદ્યાલયની સામે, જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, રઘુભાઈના દિકરા કિશનભાઈ રઘુભાઈ બાબરીયા, ઉ.વ.ર૧ વાળો તથા તેમની સાથે તેમનો મીત્ર દિલીપભાઈ કાનાભાઈ સીહોરા સ્પેલન્ડર  જી.જે.૧૦ડી એમ૦ર૬૯ લઈ અને ખીરી ગામ થી જામનગર આવતા હતા ત્યારે જાંબુડા ગામથી આગળ પહોંચતા સામેથી આરોપી એક અજાણ્યો ટ્રકના ચાલકે ઠોકર મારતા તેઓ મોટરસાયકલ સહિત નીચે પડી જતા કિશનભાઈ ઉ.વ.ર૧ વાળાને માથાના ભાગે તથા હાથના ભાગે તથા શરીરે ઈજાઓ થતા મૃત્યુ પામેલ  તેમજ તેમની સાથે તેમના મીત્ર દિલીપભાઈ હોય તેને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા તેને સારવાર માટે અમદાવાદ હોસ્પિટલ ખાતે દાખલ કરતા ટ્રક ચાલક સામે ગુનો નોંધી આગળની તપાસ સબ પોલીસ ઈન્સ. આર.એલ.આડેદરાએ હાથ ધરી છે.

આંકડા લખતો શખ્સ ઝડપાયો

જામજોધપુર પોલીસ સ્ટેશનમાં કોન્સ. દિલીપસિંહ વાઘુભા જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, ધરમશાળા પાસે આવેલ ખીજડા પાસે આરોપી મનસુખભાઈ મોતીભાઈ પરમાર એ વર્લીમટકાના આંકડા લખી લખાવી પૈસાની હારજીત કરી રોકડા રૃ.૯પ૦/ના મુદામાલ સાથે રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ છે.

યુવાને દવા પી જતા મોત

કાલાવડ તાલુકાના મુળીલા ગામે રહેતા પ્રફુલ નાગજીભાઈ મકવાણાએ કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે નાગજીભાઈ ગોબરભાઈ મકવાણા, ઉ.વ.૩૯ વાળા ઝેરી દવા પી જતા બેભાન થઈ જતા સારવારમાં લાવતા મૃત્યુ પામેલ છે.

(3:15 pm IST)