Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

તમારા પ્રેમ, મારા અને ભાજપ પ્રત્‍યેના વિશ્વાસ માટે હું નતમસ્‍તક છું - જીતુ વાઘાણી

ભાવેણાની પુણ્‍ય ભૂમિના પ્રતિનિધિ તરીકે તમારી પસંદગી કયારેય ઓછી નહીં ઉતરવા દઉં

(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૯ : આજ સુધી કોઈને નથી મળ્‍યા એટલો પ્રેમ અને આશીર્વાદ  મને મળ્‍યા છે. આપ સૌએ પ્રતિનિધિ તરીકે ફરી એકવાર મને તક આપીને આપ સહુએ મારી જવાબદારી વધારી છે અને આ જવાબદારીનો હું પૂરી નિષ્ઠાથી સમજદારીથી સ્‍વીકાર કરું છું.  આપ સૌએ જે મારા પર, ભારતીય જનતા પાર્ટી અને માનનીય વડાપ્રધાન નરેન્‍દ્ર ભાઈ મોદી, મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ અને સમગ્ર ટીમ પર જે વિશ્વાસ મૂકયો છે તે સહેજે ઉણો નહીં ઉતરે તેની ખાતરી રાખજો. ભાવનગર પヘમિ વિધાનસભા  વિસ્‍તારના ધારાસભ્‍ય તરીકે જંગી બહુમતીથી અને આ વિસ્‍તારમાં ત્રીજી વખત જીતીને નવો વિક્રમ હેટ્રિક સર્જનાર જીતુભાઈ વાઘાણીએ પોતાની જીતને એક જવાબદારી સમજી સહુનો આભાર માન્‍યો હતો અને ઋણ સ્‍વીકાર કર્યો હતો.

મીડિયા સમક્ષ વાત કરતા તેમણે જણાવ્‍યું હતું કે, લોકશાહીમાં ચૂંટણી મહાપર્વ છે અને લોકો અહીં જ પક્ષના મૂલ્‍યો અને તમારા કામની કસોટી અહીં લેતા હોય છે. લોકોએ જે રીતે સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને ઐતિહાસિક વિજય અપાવ્‍યો છે તે વડાપ્રધાન નરેન્‍દ્ર ભાઈ મોદી, મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ અને સમગ્ર ભારતીય જનતા પાર્ટી પર લોકોના વિશ્વાસ અને પાર્ટીના મૂલ્‍યો પરનો વિશ્વાસનો પડઘો છે.  ભાજપ છે તો વિકાસ છે, ભાજપ છે તો શાંતિ સલામતી સુરક્ષા છે તેવી શ્રદ્ધાનો આ પ્રતિઘોષ છે અને હું આ ભારતીય જનતા પાર્ટીનો એક નાનકડો કાર્યકર છું. મને ભાવનગરના પ્રતિનિધિ તરીકે ચુંટીને મારા પર જે વિશ્વાસ મૂકયો છે તે મારી જવાબદારીમાં વધારો કરનાર છે.

ચૂંટણીના આ દિવસો દરમિયાન ખરા હૃદયથી સહુએ જે પ્રેમ આપ્‍યો છે તે માટે હું નતમસ્‍તક છું. આ સાથે કહું છું કે વિશ્વાસ રાખજો તમારો જીતુ વાઘાણી તમારા આ વિશ્વાસમાં તમારા આ પ્રેમમાં ખરો ઉતરવા પૂરી નિષ્ઠાથી પ્રયાસ કરશે. વિકસિત ભાવનગર-  આપણા સપનાનું ભાવનગર બનાવવા માટે ઘણું કરવાનું છે ત્‍યારે આ દિશામાં આગળ વધી શકું તેવા આશીર્વાદ આપજો -  શુભેચ્‍છાઓ આપજો.

મને તક આપવા બદલ ભારતીય જનતા પાર્ટી અને તેના શીર્ષસ્‍થ નેતાઓ, મારા વિજયમાં દિવસ રાત મહેનત કરનાર નાના-મોટા સૌ કાર્યકરો - શુભેચ્‍છકો અને મને વિજેતા બનાવનાર સહુ ભાવનગરવાસીઓનો હું આ તકે આભાર માનું છું. આ જીત તે જીતુ વાઘાણીની નથી, સહુ કાર્યકરોની છે, એક એક મતદારની છે, શાંત સુરક્ષિત સલામત ભાવનગરની છે અને વિકાસની દિશામાં આગળ વધતા ભાવનગરની છે.

(11:54 am IST)