Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

ભાવનગર જિલ્લાના તળાજાના ઇતિહાસમાં સૌથીવધુ લીડ સાથે પ્રથમ વખત સ્‍થાનિક ઉમેદવાર ભાજપના ગૌતમ ચૌહાણનો વિજય

પાતળી હારનો બદલો જંગી જીતથી લીધો

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૯ : ભાવનગર જિલ્લાના તળાજાના સિટિંગ કોંગ્રેસ ના ધારાસભ્‍ય કનુભાઈ બારૈયા ને મતદારો એ જબરો જાકારો આપ્‍યો છે.૨૦૧૭ ની ચૂંટણી મા પાતળી સરસાઇ થી હાર થવા છતાંય ભાજપ એ ગૌતમભાઈ ચૌહાણ ને ફરી મેદાનમાં ઉતાર્યા હતા.જે આજે પરિણામ આવતા ગૌતમ ચૌહાણ એ પાતળી હારનો બદલો જંગી જીત મેળવી લીધો છે.એ સાથે ગૌતમ ચૌહાણ એ બે રેકોર્ડ તોડ્‍યા છે.તળાજા મા રહેતા હોય અને જીત મેળવી હોય તેવા તે -થમ ધારાસભ્‍ય બન્‍યા છે.તળાજાના ધારાસભ્‍ય તરીકે ચૂંટાયા હોય તેમાં તેઓએ આજ સુધીની સૌથી વધુ લીડ મેળવી ભારતીબેન શિયાળ નો રેકોર્ડ તોડ્‍યો છે.તો ભાવનગર જિલ્લા મા સૌથી યુવા ધારાસભ્‍ય તરીકે ચૂંટાયા છે.તે ૪૧ વર્ષના છે.

તળાજામાં અમિતભાઇ શાહની સભા,સોસીયા ખાતે મળેલ ક્ષત્રિય સમાજની બેઠક બાદ ગૌતમભાઈ ચૌહાણની જીતનું ચિત્ર ઉજળું થયું હતું. તેઓને હરાવવા માટે કહેવાય છેકે સાથે રહેનાર જ અનેક લોકો સક્રિય હતા.ત્‍યાં સુધી વાત વહેતી થઈ છેકે ફોન કરીને પણ મત ન આપવા નું કહેવામાં આવતું હતું.તેની સામે વિજય માળા પહેર્યા બાદ ગૌતમભાઈ ચૌહાણ એ જણાવ્‍યું હતુંકે અનેક કાર્યકરો,તોહી જનો એ અનેકોનેક માનતા કરી છે. જોકે તેઓ સૌ-થમ ગોપનાથ મહાદેવ, રાજપરા ગામે આવેલ માતાજીના મઢે અને પ્રતાપ્રા ગામે મમ્‍મી ને પગે લાગવા ગયા હતા.તેઓને હરાવવા કનુભાઈ કલસરિયા એ પણ વિડિયો બનાવી વાયરલ કર્યો હતો એ પણ કારગત નીવડ્‍યો નહિ.

 કનુભાઈ બારૈયા ક્ષત્રિય,આહીર મતો અંકે કરવામાં નિષ્‍ફળ રહ્યા

 ભાજપ સરકાર હોવા છતાંય કનુભાઈ બારૈયા વિધાનસભામાં સતત તળાજા નો અવાજ ઉઠાવતા રહ્યા.આજ સુધી ના સૌથી વધુ પ્રશ્‍નો ઉઠવનાર તળાજા ના ધારાસભ્‍ય તરીકે કનુભાઈ એ રેકોર્ડ બનાવ્‍યો છે.તેઓ પોતાના સરળ સ્‍વભાવથી ઓળખાતા થયા હતા.તેમ છતાંય તેઓ આ ચૂંટણી મા ગત વખતની જેમ ક્ષત્રિય,આહીર સહિતના સમાજ નો સંપૂર્ણ ટેકો મેળવી શકવામાં નિષ્‍ફળ રહ્યા. એટલું જ નહીં પોતાના સમાજના જ રાજકારણની સોગઠાબાજીમાં એક્કો ગણાતા પોતાના જ સમાજના ઇશ્વરભાઇ જાની સાથેના વણસેલા સંબંધો સુધારી ન શકયા.

ભાવનગર જિલ્લા પંચાયતમાં ચૂંટાઈ આવેલા એકમાત્ર આમ આદમી પાર્ટીના લાલુબેન ચૌહાણ ને આપ પાર્ટી એ તળાજા માંથી મેદાને ઉતાર્યા હતા. તેઓ માન્‍ય મત સામે ૧૨૭૨૭ મતો મેળવી લેતા તેમની ડિપોઝિટ બચાવવામાં સફળ રહ્યા હતા. આમ આદમી પાર્ટી કેટલા મત લઈ જશે તેના ઉપર તળાજામાં સૌથી વધુ શરતો લાગી હતી.

(11:54 am IST)