Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

ધોરાજી કોર્ટનો આદેશ: ૧૦ લાખનાં ચેક રિટર્નનાં કેસમાં આરોપી સામે વોરંટ ઇસ્યૂ કરવાનો હુકમ કરવા ધોરાજી કોર્ટનું ફરમાન

ધોરાજી : ૧૦ લાખનાં ચેક રિટર્નનાં કેસમાં આરોપી સામે વોરંટ ઇસ્યૂ કરવાનો હુકમ કરવા ધોરાજી કોર્ટએ ફરમાન કર્યું છે

કેસની વિગતો મુજબ ફરિયાદી પરાગભાઇ સુરેશચંદ્ર ગાંધીએ તેમના મિત્ર ઈર્શાદ ઇકબાલ ગાડાવાલા(રહે.ધોરાજી વાળા)ને મિત્રતાનાં સબંધો નાતે જુન 2018નાં અરસામાં ૧૦લાખ હાથ ઉછીના આપેલા હતા. જે રકમ ૪ માસમાં પરાગભાઇ ને પરત કરવાની હતી અને આ રકમ પરત કરવા ઈર્શાદ ઇકબાલ ગાડાવાલાએ  તેમના સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનો ૧૦ લાખ નો ચેક પરાગભાઇ ગાંધીને આપેલ હતો. જે ચેક પરાગભાઇ ગાંધીએ વસુલાત માટે પોતાની બેન્કનાં ખાતામા જમાં કરાવતા " ખાતા મા પુરતી રકમ ન હોઈ" જેથી વગર વસુલાતે પરત ફરેલ હતો. આ સબબની નોટિસ પરાગભાઇ એ તેમના એડવોકેટ મારફતે ઈર્શાદભાઈ

ગાડાવાલાને મોકલાવેલ હતી. આમ છતાં પણ આરોપી એ કોઈપણ રકમ ચુંકવેલ ન હોઈ જેથી ફરિયાદી પરાગભાઇ સુરેશચંદ્ર ગાંધીએ ધોરાજી કોર્ટ મા ઇનસ્ટ્રું મેન્ટ એકટ ની કલમ મુજબ ૧૩૮ હેઠળ ફરિયાદ કરેલ હોઈ અને જે અનુસંધાને નામદાર કોર્ટ દ્વારા આરોપી ઈર્શાદ ઇકબાલ ગાડાવાલા વિરૃદ્ધ વોરંટ ઇસ્યુ કરવાનો હુકમ ફરમાંવેલ છે આ કેસમાં ફરિયાદી તરફે એડવોકેટ આર. એલ. ચાવડા. રોકાયેલા છે.

 

(9:08 pm IST)