Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

જૂનાગઢ જિલ્લાની ૪૧૩ પૈકી ૭૩ ગ્રામ પંચાયત સમરસ

જૂનાગઢ,તા.૯:  જિલ્લાની ૪૧૩ ગ્રામ પંચાયત પૈકી ૫૩ ગ્રામ પંચાયત થઈ સમરસ જાહેર છે ત્યારે જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને ધી.જૂનાગઢ જિલ્લા સહકારી બેંક લી. ના ચેરમેન કિરીટ પટેલ દ્વારા જૂનાગઢ જિલ્લા હેઠળની ગ્રામ પંચાયતના બિનહરીફ ચૂંટાયેલા સરપંચોને અભિનંદન આપ્યા હતા આ સાથે કિરીટ પટેલ જણાવ્યું હતું કે જૂનાગઢ જિલ્લામાં ૪૧૩ પૈકી ૫૩ ગ્રામ પંચાયત સમરસ જાહેર થઇ છે, એ પૈકી વિસાવદર તાલુકાની ૨૦.ગ્રામ પંચાયતો સમાવેશ થઇ છે, જેમાં કાંગશીયાળા, ઝાંઝેસર, સુખપુર, લાલપુર, હાજાણી પીપળીયા, કાનાવડલા, ભટ્ટવાવડી, વાજડી, દ્યંટીયાણ, જુની ચાવંડ, હડમતીયા નાના, હડમતીયા મોટા,મહુડા, મહુડી, રૂપાવટી, દેસાઈ વડાળા, બદક, ગોવિંદ પરા, મિયાવડલા, ચાવંડ નવી, જુનાગઢ તાલુકાની વાણંદીયા, સુખપુર, કેરાળા, ખલીલપુર, રામેશ્વર, અવતડીયા, નવાગામ,મેવાસા કમરી, બાદલપુર, સણાથા, તોરણીયા, થુંબાળા

વંથલી તાલુકાની દ્યંટિયા,બંટીયા ,રવની,સેંદરડા ,સેલરા ,કણજડી,નાના કાજલીયાળા,ઉમટવાડા,મેંદરડા તાલુકાની દેવગઢ, ઢાંઢાવાડા, ઇટાળી, ખીજડીયા, નતાળીયા,ચાંદ્રાવાડી,કેશોદ તાલુકાની પાણખાણ, ઈન્દ્રાણા, રેવંદ્રા, ગળોદર, ખીરસરા, ભેસાણ તાલુકાની ઉમરાળી, ગળથ, માલીડા, ગુજરીયા, સુખપુર. માણાવદર તાલુકાની, ભીંડોરા, ચીખલોદ્રા, દગડ, કતકપરા, ખંખાવી, વડાળા, ભીતાણા, ચુડવા, વાડાસડા.માંગરોળ તાલુકાની મેણેજ,હન્ટરપુર,થલી.માળીયા તાલુકાની કાણેક, શાંતિપરા, પાણકવા, દ્યૂંદ્યટી, ધૂમલી, જંગર, નાની ધણેજ.

નો સમાવેશ થાય છે, ત્યારે ગ્રામ પંચાયતની ચૂંટણી સંદર્ભે વાત કરીએ તો ગ્રામ પંચાયત એટલે આપણી આ પાયાની સંસ્થા ની ચૂંટણીમાં પક્ષિય ધોરણ રાખ્યુંં નથી. ગામડામાં વેરઝેર, કાવાદાવા, વૈમનસ્યલ ઉભા ન થાય તેવી ભાવના ઉજાગર કરતી યોજના છે.ગ્રામવાસીઓ એકઠા મળી પોતાનામાંથી સર્વસંમતિથી ગ્રામ પંચાયતના વહીવટ માટે પ્રતિનિધિઓ નકકી કરે છે. જેમાં અનેક વ્યાકિતઓ પોતાનો હક્ક જતો કરીને સમાજ માટે પ્રેરણારૂપ આચરણ કરી ગામનું ભલુ અને વિકાસ કરવાના ઉચ્ચછ હેતુ માટે ઉમદા અભિગમ અપનાવે છે.

હાલના સાંપ્રત વાતાવરણમાં કંઇક મેળવવાને બદલે ત્યોગની ભાવના ઉજાગર બને છે એટલે કે વાદ નહિ વિવાદ નહિ પરંતુ સંવાદ દ્વારા સામુહિક સર્વસંમત નિર્ણય કરવામાં આવે છે.

ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ દિન-પ્રતિદિન ખૂબ જ ખર્ચાળ થતી જાય છે અને ગ્રામ્ય જીવનમાં મતભેદોનું વાતાવરણ વધારે છે.

આવા સંજોગોમાં ગ્રામપંચાયતોની ચૂંટણીઓ વ્યાદપક સમજૂતીથી બિનહરીફ રીતે અને સર્વસંમતિથી થાય જેથી સ્થાનનિક પ્રજા ગામના વિકાસના કામોમાં ઉમંગભેર ભાગ લે તેવી પરિસ્િથિતિનું નિર્માણ થાય તે જરૂરી છે. બિનહરીફ ચૂંટાય તેવી ગ્રામ પંચાયતોને સને ૅં ૨૦૦૧ અગાઉ અપાતા રૂ. ૧,૦૦૦/- અને રૂ. ૨,૦૦૦/- (તા. ૩/૧૦/૧૯૯૬) ની જગ્યા,એ પ્રજાજીવનને સંવાદિ બનાવવાના શુભ આશયથી રાજય સરકારે ઓકટોબર-૨૦૦૧ થી આવી ગ્રામ પંચાયતોને સબળ પ્રોત્સાવહન આપવા માટે રૂ. એક લાખ સુધીનું માતબર અનુદાન આપવાનું નકકી કરેલ અને જે ગ્રામ પંચાયતના સરપંચ સહિત તમામ સદસ્યો મહિલા હોય અને બિનહરીફ ચૂંટાય તો તેમને બે ગણું અનુદાન આપવાની આ યોજનાને ખૂબ જ સારો પ્રતિભાવ મળતાં રાજય સરકારે અવાર-નવાર અનુદાનમાં વધારો કરી છેલ્લે તારીખ ૅં ૨૯/૧૧/૨૦૧૧ ના ઠરાવથી પ્રોત્સાતહક અનુદાનની રકમમાં વધારો કરેલ છે.

સને ૅં ૨૦૦૧ માં સમરસ ગામ યોજના જાહેર થયા બાદ ૧૦,૯૮૦ સમરસ ગ્રામ પંચાયતોને રાજય સરકારે અનુદાન આપેલ છે. તદૃઉપરાંત રાજય સરકારના ગ્રામાભિમુખ અભિગમના ભાગરૂપે ટેકનીકલ કારણોસર જે ગ્રામ પંચાયતોને સમરસ યોજનાનો લાભ મળેલ ન હતો તેવી ૧૨૧ ગ્રામ પંચાયતોને પણ સમરસ જાહેર કરી રૂ. ૧૨૮.૧૨ લાખનું અનુદાન આપવામાં આવેલ છે. ત્યારે આ તમામ સમરસ ગ્રામ પંચાયતોમાં ગામના વિકાસ માટે અન્ય યોજનાઓના અને ગ્રામ પંચાયતના પોતાના ભંડોળ ઉપરાંત સમરસ ગામ યોજના હેઠળ મળેલ અનુદાનનો ઉપયોગ કરવામાં આવી રહેલ છે જેનો સીધો લાભ પણ આગામી દિવસોમાં ગ્રામજનોને મળશે

(12:48 pm IST)