Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

સાંજ પડતા જ ઠંડકમાં થઇ રહેલ વધારો

દિવસે ઓછી ઠંડીઃ સવારે પણ સામાન્યઃ આમ છતાં લઘુતમ તાપમાનમાં થતી વધઘટ : નલીયા ૮.૮ ડીગ્રી

રાજકોટ તા. ૯ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીમાં વધઘટ યથાવત છે. સાંજ પડતા જ ઠંડકમા વધારો થઇ રહ્યો છે. આજે કચ્છના નલીયામાં સૌથી નીચુ લઘુતમ તાપમાન ૮.૮ ડિગ્રી નોંધાયું છે.

દિવસે ઓની ઠંડી પડે છે. જયારે સવારે પણ સામાન્ય ઠંડકનો અનુભવ થાય છે. તેમ છતા લઘુતમ તાપમાનમા વધવટ થઇ છે.

રાજકોટમાં ડિસમ્બર માસમાં ૧૩.૬ ડિગ્રી સાથે સીઝનનું સૌથી નીચુ તાપમાન નોંધાયું છે તો બે વખત પારો ૧૭ ડિગ્રીથી વધારે નોંધાયો છે. મંગળવારની સરખામણીએ બુધવારે ઠંડીનો પારો બે ડિગ્રી વધતા લઘુતમ તાપમાન ૧૮ ડિગ્રીએ પહોંચ્યું હતું

જો કે હવામાં ભેજનું પ્રમાણ પણ ઓછુ નોંધાયુંછે વેસ્ટર્નડિસ્ટર્બન્સ અને વિન્ડ પેટર્ન ચે.ન્જ થયાને કારણે ઠંડીમાં વધઘટ નોંધાય છે. જેને કારણે. સવારે રાત્રે ઠંડી અને દિવસભર ગરમી રહે છે.બુધવારે મહતમ તાપમાન ૩૦ ડીગ્રી હતુ઼

હવામાં ભેજનું પ્રમાણ સવારના સમયે ૬૦ ટકા સો સૌથી વધારે ેરહયું હતુ઼ જયારે આખો દિવસ હવામાં ભેજનું પ્રમાણ ૩૯ ટકા જ રહ્યું છે.

(12:43 pm IST)