Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

આંતરરાષ્ટ્રીય કક્ષાની વિશ્વહિન્દુ પરિષદની બેઠક ર૧મીએ ગુજરાતમાં પ્રથમવાર જુનાગઢમાં યોજાશે

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૯ : આંતરરાષ્ટ્રીય કક્ષાની વિશ્વ હિન્દુ પરીષદની બેઠકનું ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત સૌરાષ્ટ્રના નરસિંહ મહેતા નગરી જુનાગઢમાં આયોજન થઇ રહ્યું છે.

આ બેઠકમાં વિદેશનું પ્રતિનિધિ, કેન્દ્રીય ટીમ તેમજ અયોધ્યામાં નિર્મિત રામમંદિર નિર્માણના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહેવાના છે.

આ બેઠક ર૧ ડિસેમ્બરથીર૭ ડિસેમ્બર સુધી જવાહર રોડ સ્થિત શ્રી સ્વામિનારાયણ સુવર્ણ મુખ્ય મંદિર પર ઉતારા વિભાગમાં રહેશે.

સ્વાગત માટે જુનાગઢના તમામ પ્રવેશ દ્વાર પરથી તમામ મુખ્ય રસ્તાઓ પર ઝંડી લાગશે તેમજ બેનરો લાગશે.

પ'+ર.પના માપના બેનરના પ૦૦ છે.  સૌજન્યમાં નામ લખાવવા માટે સંદીપભાઇ  ઠેસીયાનો ૯૮૭૯૧ ૧ર૩ર૭ પર સંપર્ક કરવો.

પાંચમાં દિવસે ૭ કોપી કેસ થયા

ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા કોરોના મહામારીને અનુલક્ષીને તથા સરકારની ગાઇડલાઇન્સ મુજબ બીજા તબકકાની યુ.જી.સેમેસ્ટર-૩ તથા એલ એલ. બી. સેમેસ્ટર-૩ તથા બી.એ.(એકસટર્નલ) સેમેસ્ટર-૩ ની ઓફલાઇન પરીક્ષાના પાંચમાં દિવસે બે સેશનમાં ૭૪ કેન્દ્રો ઉપર કુલ રપ૯૦ર વિદ્યાર્થીઓમાંથી પ૬૬ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.

(12:42 pm IST)