Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

પોરબંદરનું જિલ્લા વહીવટી તંત્ર કોવિદ-૧૯ ની સંભવિત ત્રીજી લહેરને પહોંચી વળવા માટે સજ્જ

પોરબંદર, તા. ૯ : કોવિડ-૧૯ ની સંભવિત ત્રીજી લહેરની પરિસ્થિતિને પહોંચી વળવા જિલ્લા વહીવટી તંત્રની જિલ્લા કલેકટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીની માર્ગદર્શન હેઠળ અધિકારીઓની બેઠક યોજાઇ હતી.

કોવિડ-૧૯ ત્રીજી લહેરની પરિસ્થિતિને પહોંચી વળવા ઓકિસજન સપ્લાય પુરતા પ્રમાણમાં મળી રહે તે અંગે આગોતરૂ આયોજન કરવા તેમજ કોવિડ-૧૯ હોસ્પિટલો, આરોગ્ય કેન્દ્ર ખાતે દવાઓનો પુરવઠો પુરતા પ્રમાણમાં રહે અને દરેક દર્દીને તાત્કાલ્ીક દવા મળી રહે તેની તકેદારી માટે પુરતુ આયોજન કરવુ઼, કોવિડ-૧૯ હોસ્પિટલો, કોવીડ કેર સેન્ટર વિગેરેમાં મેકિડલ સાધનોનું અપગ્રેડેશન અનરીપેરીંગ સમયસર કરવા અને નવા જરૂરીયાત મુજબના મેડીકલના સાધનની ખરીદીની કાર્યવાી પૂર્ણ કરાવી વગેરે ચર્ચા બેઠકમાં કરી હતી.

ઓમીક્રોન વેરીયન્ટ અને કોવીડ-૧૯ના લક્ષણો વાળા વ્યકિતઓને કોરોન્ટાઇન કરવા અને તમામ આનુસાંગિક કાર્યવાહી કરવી, બહારથી આવતા નાગરિકોની એરપોર્ટ પર આરોગ્ય તપાસણી કરવી.

શાળા-કોલેજમાં કોવિડ-૧ડ ની સંભવિત ત્રીજી લહેરની પરિસ્થિતિ બાબતે વિદ્યાર્થીઓમાં અવેરનેશ આવે તે અંગે જરૂરી અમલવારી કરવી તેમજ ચોપાટી તથા અન્ય ગીચ વિસ્તારો, સ્થળ તેમજ દુકાનો વિગેરે જગ્યાએ કોવિડ- ૧૯ ની સંભવિત ત્રીજી લહેરની પરિસ્થિતિ અંગે અવેરનેશ પ્રવૃત્તિઓ નગરપાલિકાએ કરવી, તેમજ જાહેર જનતાને માસ્ક પહેરવા તથા કોવિડ-૧૯ ના નિયમોનું પાલન કરવા જાહેર જનતાને અપીલ કરવા સુચના આપવી. ત્યારબાદ માસ્ક પહેરવામાં આવેલ ન હોય તો દંડ કરવા પોલીસ વિભાગે કાર્યવાહી કરવા વગેરે ચર્ચા બેઠકમાં કરી હતી.

(12:41 pm IST)