Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

મોરબીના સાપર નજીક સિરામિક ફેકટરીમાં યુવાનનો ગળેફાંસો ખાઈ આપઘાત.

રાકેશ આદિવાસી (ઉ.વ.૩૦) નામના યુવાને મજુર ઓરડીમાં પંખા સાથે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

મોરબીના સાપર ગામ નજીકની સિરામિક ફેકટરીના લેબર ક્વાર્ટરમાં ગળેફાંસો ખાઈ યુવાને આપઘાત કરી લીધો હોય જે બનાવને પગલે મોરબી તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે
 બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના સાપર ગામ પાસે આવેલ સ્કાય ટચ સિરામિકમાં રહીને મજુરી કરતા રાકેશ આદિવાસી (ઉ.વ.૩૦) નામના યુવાને મજુર ઓરડીમાં પંખા સાથે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો જે બનાવને પગલે મોરબી તાલુકા પોલીસના આર બી વ્યાસ સહિતની ટીમ દોડી ગઈ હતી મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયો છે મોરબી તાલુકા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી યુવાને ક્યાં કારણોસર આપઘાત કર્યો તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

(11:35 am IST)