Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

મોરબીના નવલખી રોડ પર મારામારી પ્રકરણમાં ઈજાગ્રસ્ત યુવાનનું મોત, બનાવ હત્યામાં પલટાયો.

મારામારીના બનાવમાં પોલીસ હત્યાની કલમનો ઉમેરો કરી વધુ તપાસ ચલાવશે.

મોરબીના નવલખી રોડ પર કૌટુંબિક પ્રશ્ન મામલે ત્રણ ઇસમોએ યુવાનને માર માર્યો હોય જે બનાવમાં ગંભીર ઈજાગ્રસ્ત યુવાનનું રાજકોટ સારવાર દરમિયાન મોત થયું છે અને બનાવ હત્યામાં પલટાયો છે ત્યારે પોલીસે હત્યાની કલમ ઉમેરવા તજવીજ હાથ ધરી છે અને આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના સામાકાંઠે ગુજરાત હાઉસિંગ બોર્ડ પાસે રહેતા ભરતભાઈ કરશનભાઈ સોલંકીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે તેના ભત્રીજા મહેશ અશોકભાઈ મકવાણા (ઉ.વ.૨૭) નામના દેવીપૂજક યુવાન અને તેની પત્ની જશુબેન ભંગારની ફેરી કરીને મોરબીના ધક્કાવાળી મેલડી મંદિર પાસે હોય ત્યારે ફરિયાદી ભરતભાઈ સોલંકી ત્યાં પહોંચ્યા હતા અને આ સમયે મહેશભાઈ મકવાણાના ફૂવા પ્રકાશ પરશુરામ ગોસ્વામી રહે મોરબી, તેનો દીકરો અર્જુન અને મહેશભાઈના માસીનો દીકરો કિશન કાળુભાઈ દેવીપૂજક એ ત્રણ ઇસમોએ આવીને મહેશ સાથે કૌટુંબિક પ્રશ્ને વાતચીત કરતા હોય અને બોલાચાલી થતા ત્રણેય ઇસમોએ ઉશ્કેરાઈ જઈને લાકડાનું બળીકુ માથામાં મારતા મહેશ મકવાણાને ગંભીર ઈજા થતા સારવાર માટે મોરબી બાદ રાજકોટ ખસેડવામાં આવ્યો હતો.

(11:33 am IST)