Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

મોરબી નજીક હાઈવે પર માટીના ઢગલા કરી દેવાતા સર્વિસ રોડ બંધ થયો.

હાઈવે પર બેરોકટોક માટીના ઢગલા કરનારને રોકનાર કોઈ નહિ.

મોરબી નજીકથી પસાર થતા નેશનલ હાઈવે પર માટીના ઢગલા કરી દેવામાં આવતા હોવાની ઘણા સમયથી વ્યાપક ફરિયાદો હોવા છતાં સંબંધિત તંત્ર આંખ આડા કાન કરતુ હોય જેથી આવા તત્વોને મોકલું મેદાન મળી જાય છે અને મોરબીના જાંબુડિયા નજીક રોડ પર માટીના ઢગલા કરી દેવાતા સર્વિસ રોડ બંધ થયેલો જોવા મળે છે.
મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા રો મટીરીયલ્સના માટીના ઢગલા હાઈવે પર અનેક સ્થળે જોવા મળતા હોય છે રોડ પર આવા માટીના ઢગલા કરીને વાહનચાલકો ફરાર થઇ જાય છે તો અનેક વખત માટીના ઢગલા વાહનચાલકો માટે અકસ્માત નોતરતા હોય છે આજે મોરબીના જાંબુડિયા ઓવરબ્રિજ નીચે રોડની વચ્ચો વચ માટીના ઢગલા કોઈ કરી ગયું હોય જેથી સર્વિસ રોડ લગભગ બંધ થઇ જવા પામ્યો છે.
 માટીના ઢગલા અવારનવાર થતા જોવા મળે છે આ કોઈ પ્રથમ વખત નથી તેમજ છેલ્લી વખત પણ નહિ હોય છતાં હાઈવે ઓથોરીટી સહિતનું સંબંધિત તંત્ર આવા ઇસમોને રોકવામાં નિષ્ફળ નીવડ્યું છે ત્યારે be તાત્કાલિક કાર્યવાહી કરવા લોકો સતત માંગ કરી રહ્યા છે.

(11:29 am IST)