Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

જુનાગઢમાં ડેટા એન્‍ટ્રી માટેના કોન્‍ટ્રાકટના બહાને રૂા. ૪.૮૪ લાખની છેતરપીંડી

ત્રણ વ્‍યકિત સાથે એક શખ્‍સનો વિશ્વાસઘાત

(વિનુ જોશી) જુનાગઢ તા. ૯ :.. જુનાગઢમાં ડેટા એન્‍ટ્રી માટેનાં કોન્‍ટ્રાકટનાં બહાને એક શખ્‍સે ત્રણ વ્‍યકિત સાથે રૂા. ૪.૮૪ લાખની છેતરપીંડી આચરી હોવાનું પ્રકાશમાં આવેલ છે.
આ અંગેની વિગતો એવી છે કે, જુનાગઢની સીટી બસ કોલોનીમાં રહેતા નિરવ પિયુષભાઇ ચાવડાનો જુનાગઢની નહેરૂ પાર્ક સોસાયટી સ્‍થિત ચાણકય એપાર્ટમેન્‍ટમાં રહેતો પ્રતિક સતીષકુમાર જનાણી સાથે સંપર્ક થયો હતો.
પ્રતિક જનાણીએ નિરવભાઇ તેમજ હિરેન મહેતા અને ગીરીશભાઇ પરસોતમભાઇને કોમ્‍પ્‍યુટર પ્રોજેકટમાં ડેટા એન્‍ટ્રી માટેનો કોન્‍ટ્રાકટ અપાવી દેવાનું કહી વધુ પૈસા કમાવી આપવાની લાલચ આપી હતી.
આથી પ્રતિકની વાતોમાં ભોળવાય જઇને નિરવ ચાવડા વગેરે પાસેથી ડીપોઝીટ પેટે રૂા. ૪,૮૪,૯પ૮ ની રકમ લીધેલ પરંતુ કોન્‍ટ્રાકટ નહિ અપાવી અને પૈસા પણ પરત કરેલ નહિં.
આ મુજબની ફરીયાદનાં આધારે સી ડીવીઝનના પીએસઆઇ જે. જે. ગઢવીએ તપાસ હાથ ધરી છે.

 

(11:00 am IST)