Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

ફાઇનાન્‍સના હિસાબના મામલે જુનાગઢમાં યુવાન પર બે શખ્‍સોનો લાકડીથી હૂમલો

શેઠને ફોન કરવાનું કહીને બબાલ કરી

(વિનુ જોશી) જુનાગઢ તા. ૯ :.. ફાઇનાન્‍સનાં હિસાબનાં મામલે જુનાગઢમાં યુવાન ઉપર બે શખ્‍સોએ લાકડી વડે હુમલો કર્યાની પોલીસમાં ફરીયાદ થઇ છે.
જુનાગઢમાં ખલીલપુર રોડ પર આવેલ પુજા પાર્ક સોસાયટીમાં રહેતો હાર્દિક સીદાભાઇ બાબરીયા (ઉ.૩૦) નામનો યુવાન ફાઇનાન્‍સમાં કામ કરે છે.
તા. ૭ નાં રોજ સાંજનાં અરસામાં સરગવાડા ગામનાં પાટીયા પાસે આવેલ હાર્દિક તેના શેઠની દુકાન આત્‍મીય એન્‍જીનીયરીંગ કંપની ખાતે હતો.
ત્‍યારે સાંગાભાઇ રબારી અને એક અજાણ્‍યો શખ્‍સ આ દુકાન પર આવેલ. સાંગા રબારીને પૈસાના હિસાબ બાબતે મનદુઃખ ચાલતુ હોય આથી તેણે હાર્દિકને તેના શેઠને મોબાઇલમાંથી ફોન કરવાનું કહેલ.
બાદમાં સાંગા રબારીએ ઉશ્‍કેરાઇ જઇને હાર્દિકને લાફો ઝીંકી દઇ અને સાંગાની સાથે પાછળથી આવેલ અજાણ્‍યા શખ્‍સે હાર્દિકને માથાનાં ભાગે તથા હાથ પર લાકડી ઝીંકી દઇ ઇજા પહોંચાડી હતી. આ અંગે તાલુકા પોલીસે હાર્દિકની ફરીયાદ લઇ ધોરણસરની કાર્યવાહી કરી હતી. વિશેષ તપાસ પી. એસ. આઇ. પી. વી. ધોકડીયા ચલાવી રહ્યા છે.

 

(10:59 am IST)