Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

ભારતના પ્રથમ સી.ડી.એસ. (ચીફ ડીફેન્સ સ્ટાફ) સ્વ. શ્રી બિપિન રાવતના આકસ્મિત નિધન અંગે ભાવનગર ભાજપ દ્વારા શ્રધ્ધાંજલી

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૯: ઉતરાખંડના પૌરી ખાતે જન્મેલ ભારતના પ્રથમ સી.ડી.એસ. (ચીફ ડીફેન્સ સ્ટાફ) સ્વ. શ્રી બિપિન રાવતનું આકસ્મિક નિધન થતાં સમગ્ર દેશમાં શોકની લાગણી પ્રગટી રહી છે ત્યારે ભારતના વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જનરલ બિપિન રાવતના નિધન પર શોક વ્યકત કર્યો હતો. તેમણે કહ્યું, 'તમિલનાડુમાં હેલિકોપ્ટર દુર્ઘટનાથી હું ખૂબ જ દુઃખી છું. આ દુર્ઘટનામાં જનરલ બિપિન રાવત, તેમના પત્ની અને સશસ્ત્ર દળોના અન્ય કર્મચારીઓને દેશે ગુમાવ્યા છે. તેઓએ અત્યંત ખંતથી ભારતની સેવા કરેલ, આ કપરા સમયમાં તેઓના શોકગ્રસ્ત પરિવારને દિલસોજી પાઠવુ છું તેમ જણાવેલ.

એ જ રીતે ભાવનગર શહેર ભાજપ સંગઠન દ્વારા પણ મૃતકને શ્રદ્ઘાંજલી પાઠવતા શોક વ્યકત કરેલ. કેન્દ્રિય આરોગ્ય મંત્રી શ્રી મનસુખભાઇ માંડવિયા, ગુજરાત રાજયના કેબિનેટ શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષા અને સાંસદ શ્રી ભારતિબેન શિયાળ, પૂર્વ મંત્રી અને ધારાસભ્ય શ્રી વિભાવરીબેન દવે, ભાવનગર શહેર ભાજપના પ્રમુખ શ્રી રાજીવભાઈ પંડ્યા, મહામંત્રીશ્રીઓ યોગેશભાઈ બદાણી, શ્રી વડી, બી. ચુડાસમા, શ્રી અરુણભાઇ પટેલ, સહિત શહેર સંગઠનના સૌ પદાધિકારીઓ, વરિષ્ઠ અગેવાનો પૂર્વ પ્રદેશ અધ્યક્ષ શ્રી રાજુભાઇ રાણા, પ્રદેશ કારોબારી સદસ્ય શ્રી મહેન્દ્રભાઈ ત્રિવેદી, શ્રી હરુભાઈ ગોંડલીયા, શ્રી અમોહભાઈ શાહ, શ્રી સુનિલભાઈ ઓઝા, મેયર શ્રી કિર્તિબેન દાણીધરીયા અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી ધીરુભાઈ ધામેલિયા, શહેર સંગઠનના તમામ કાર્યકર્તાઓ, પદાધિકારીઓ, મહાનગરપાલિકાના પદાધીકારીઓ, નગરસેવકો, સેલ મોરચાના આગેવાનો, શિક્ષણ સમિતિના ચેરમેન તથા સદસ્યો, દરેક વોર્ડના પ્રમુખ અને મહામંત્રીશ્રીઓ સહિતના આગેવાનોએ ભારતના પ્રથમ સી.ડી.એસ. (ચીફ ડીફેન્સ સ્ટાફ) સ્વ. શ્રી બિપિન રાવતનું આકસ્મિક નિધન થતાં શોકની લાગણી પ્રગટ કરતાં શ્રદ્ઘાંજલી પાઠવેલ.

વધુમાં ભાવનગર શહેર ભાજપ અધ્યક્ષ શ્રી રાજીવભાઈ પંડયાએ જણાવેલ કે, જનરલ રાવતે સંરક્ષણ સુધારણા સહિત આપણા સશસ્ત્ર દળોને લગતા વિવિધ પાસાઓ પર કામ કર્યું હતું તેમની આ અસાધારણ સેવાને દેશ કયારેય નહીં ભૂલે. તેમ ભાવનગર શહેર ભાજપ મીડિયા કન્વીનર હરેશભાઈ પરમાર, સહકન્વીનર તેજસભાઈ જોશીની યાદી જણાવે છે.

(10:47 am IST)