Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

શિયાળનું રેસ્કયુ

 જામખંભાળિયા : તાલુકાના મોટી ખોખરી ગામે એક શિયાળનું રેસ્કયુ કરવામાં આવ્યુ હતું. વાડી વિસ્તારમાં ૮૦ ફુટના ઉંડા કુવામાં શિયાળ ખાબકયો હતો જેની વનવિભાગ અને સામાજિક કાર્યકરને જાણ થતા સ્થળ પર દોડી ગયા હતા અને શિયાળ માટે સંયુકત કામગીરી હાથ ધરી હતી. કલાકોની જહેમત બાદ કૂવામાંથી શિયાળને સલામત રીતે બહાર કાઢી લેવામાં આવ્યો હતો.

(10:47 am IST)