Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

જોડિયા બંદરને પુનઃ ધમધમતુ કરવા માંગણી

 (હિતેશ રાચ્‍છ દ્વારા) વાંકાનેર, તા.૯: જોડિયાઃ જાહોજલાલી લોકો યાદ કરી રહ્યા છે એક જમાનામાં ધમધમતું બારેમાસ બંદર આજે વર્ષોથી સુમસામ પડેલ છે. આજે પણ કરાચીમાં જોડિયા બઝાર છે, જોડિયા બંદરમાંથી સમગ્ર વિશ્‍વમાં માલ જતો હતો અને જોડિયા બંદર એ બારેમાસી બંદર છે. આ બંદરને પુનઃ શરૂ કરવા માત્ર ડ્રેઝીઝ કરવાની જરૂર છે. અત્‍યારે બધા બંદર ઉપર માર રહે છે તો જોડિયાનું બંદર ચાલુ કરવામાં આવે તેવી માંગણી.
સરકાર તરફથી ગ્રાન્‍ટ નહીં મળતા આજે જોડિયા ગામ અગિયાર મહિનાથી લાઈટથી વંચિત સમગ્ર ગામમાં રાત્રે અંધારાપટ.. મોટી- મોટી ઉંમરના લોકોનેં રાત્રે અંધારાપટ હોવાથી ઘણા લોકો ખુલ્લા ખાડામાં પડી જાય છે, ખરાબ રસ્‍તામાં ગોથા ખાઈને રાત્રે મોટી ઉંમરનાં લોકો અંધારાપટમાં જરૂરી કામ હોય તો જ઼ બહાર નિકળે છે. આ છે જોડિયા પ્રત્‍યે અન્‍યાય... એક જમાનામાં ધમધમતું જોડિયા ગામ આજે સુમસામ.. કોઈ રોજગારી નહીં મળતા લોકો બહારગામ દર મહિને ચાર કુટુંબ બહારગામ જાય છે.
વેપારી લોકો પણ બહારગામ સ્‍થિત થવા લાગ્‍યા છે. માંડ ૧૩,૮૦૦ વસ્‍તી છે. જોડિયાનો વિકાસ ક્‍યારે થશે એવી લોંક ચર્ચા થઈ રહેલ છે.

 

(10:23 am IST)