Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

સોમનાથ ત્રિવેણી સંગમમાં દિલધડક દ્રશ્યો સર્જાયાઃ NDRFની ટૂકડીએ ૬ લોકોને ડૂબતાં બચાવ્યા

NDRF જવાનોએ ત્રિવેણી સંગમમાં પુરની સ્થિતીમાં ઘરગથ્થુ વસ્તુઓના ઉપયોગથી બચવાનું કર્યું નિદર્શન : પ્રાંત અધિકારી સરયુબેન જસરોટીયાના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક મોકડ્રીલ યોજાઇ

વેરાવળ-પ્રભાસ પાટણ,તા.૯:  સોમનાથ ત્રિવેણી સંગમમાં દિલધડક દ્રશ્યો સર્જાયા હતા. NDRF ટીમને ત્રિવેણી સંગમમાં લોકો ડૂબવાનો મેસેજ મળતા જ તાબોડતોબ ઘટના સ્થળે પહોંચી, બોટ રવાના કરી રેસકયુ ઓપરેશન હાથ ધર્યું હતું. આ બચાવ કામગીરીમાં ત્રિવેણી સંગમના પાણીના મધ્યેથી NDRFના જવાનાએ ત્રણ લોકોને રબર બોટના માધ્યમથી અને ત્રણ લોકોને તરીને ત્રિવેણી સંગમના કિનારે લાવીને બચાવ્યાં હતા. આ લોકો કિનારે પહોંચતા જરૂરી મેડિકલ સારવાર આપવામાં આવી હતી. જેમાના એક વ્યકિતને પ્રાથમિક સારવાર આપી, એબ્મ્યુલન્સના માધ્યમથી હોસ્પિટલ પહોચાડવા માટે રવાના કરવામાં આવ્યા હતા.

પૂર્વ નિર્ધારિત પરિસ્થિતિ મુજબ NDRF, નગરપાલિકા, ફાયર, આરોગ્ય, પોલીસ સહિતની એજન્સીઓના સંકલનથી સફળતાપૂર્વક મોકડ્રીલ યોજાયાની જાણકારી આપતા પ્રાંત અધિકારી શ્રીમતી સરયુબેન જસરોટીયાએ જણાવ્યું કે, સરકારશ્રી તરફથી મળેલ સૂચનાના અનુસંધાને ભારે પૂરના પગલે ત્રિવેણી સંગમમાં જળસ્તર વધી ગયુ હતું. તેવી સ્થિતિમાં ૬ યાત્રિકો ત્રિેવેણી સંગમમાં ડૂબતા હોય તેવી નિર્ધારિત કરેલ પરિસ્થિતિમાં NDRF ના જવાનાએ સૂજબૂજથી આ યાત્રિકોના જીવ બચાવ્યા હતા. આમ, સફળતાપૂર્વક મોકડ્રીલ યોજવામાં આવી હતી.

NDRF-૬ બટાલિયનના ઈન્સપેકટર શ્રી રાજેશ કુમાર મહલાવતે જણાવ્યું કે, આ પ્રકારની એકસરસાઈઝમાં જુદી-જુદી સરકારી એજન્સીઓ વચ્ચે તાલમેલ અને રિસપોન્સ ટાઈમ મહત્વનો હોય છે. આ મોકડ્રીલના માધ્યમથી NDRF સહિત સરકારી એજન્સીઓની સતર્કતા અને કાર્યક્ષમતાનુ પરીક્ષણ કરવામાં આવતું હોય છે. જેથી કુદરતી આપત્ત્।ીઓના સમયમાં સુદ્રઢ રીતે બચાવ કામગીરી કરી શકાય. આ રેસકયુ ઓપરેશનમાં ફઝ્રય્જ્ ને ત્રિવેણી સંગમમાં લોકો ડૂબી રહ્યા હોવાનો મેસેજ મળતા રબર બોટ, લાઇફ સેવિંગ જેકેટ સહિતના ઈકવીપમેન્ટ સાથે પહોંચી સફળાપૂર્વક ૬ લોકોના રેસકયુ કર્યા હતા.

ઉપરાંત NDRFના જવાનાએ દ્યરગથ્થુ વસ્તુઓ જેવી કે, પ્લાસ્ટિક બોટલ, વાસણ, સૂકા નાળીયર વગેરેના માધ્યમથી કેવી રીતે પૂરની સ્થિતિમાં બચાવ કરી શકાય તેનુ ત્રિવેણી સંગમમાં નિદર્શન કર્યું હતું.

 આ મોકડ્રીલમાં કમાન્ડિંગ ઓફિસર તરીકે વેરાવળ નગરપાલિકાના ચીફ ઓફિસર દેવીબેન રહ્યા હતા. તેમના દ્વારા NDRFની ટીમને ત્રિવેણી સંગમમાં લોકો ડૂબતા હોવાની મેસેજ આપવામાં આવ્યો હતો.

(10:14 am IST)