Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

ઉનાના દેલવાડામાં સરપંચ પદ માટે સાસુ-વહુ સામ-સામે જંગે ચડ્યા :બંનેએ ઉમેદવારી નોંધાવી

સાસુ-વહુ બંનેમાંથી કોના હાથમાં ગામના શાસનની ધૂરા આવશે: ગ્રામજનોમાં ઉત્સુકતા

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના દેલવાડામાં સરપંચ પદ માટે સાસુ-વહુએ સામ-સામે ઉમેદવારી નોંધાવી છે અને પોતપોતાનો પ્રચાર પણ શરૂ કરી દીધો છે. ત્યારે ગામના મતદારો વિસામણમાં છે કે સાસુને મત આપવો કે વહુને મત આપવો.

સાસુ- વહુ બંને એક સાથે અને એક જ બેઠક માટે ઉમેદવારી નોંધાવવાનું કારણ પણ રોચક છે. જેમાં સાસુ જીવીબેન બામણીયાના પતિનું નિધન થયું છે. તેમના પતિની ઈચ્છા હતી કે જીવીબેન ગામનું સુકાન સંભાળે આથી જીવીબેને સરપંચ પદ માટે ઉમેદવારી નોંધાવી છે. જ્યારે તેમના વહુ પૂજાબેન બામણીયાના પતિ વિજયભાઇ બામણીયા અગાઉ સરપંચ હતા.

પરંતુ આ ટર્મમાં સરપંચ પદ મહીલાઓ માટે અનામત હોવાથી તેમણે તેમના પત્નિ પૂજાબેનને સરપંચ પદ માટે ચૂંટણી લડવા તૈયાર કર્યા છે. જો કે એક જ પરિવારના બે મહીલાઓ ઉમેદવારી નોંધાવી છે છતા મતદારો પણ મતદાન માટે સ્પષ્ટ છે.

મતદારોના જણાવ્યા પ્રમાણે વિકાસ કામને પ્રાધાન્ય આપે તેઓને જ મત આપશે હાલ તો હવે એ જોવાનું રહ્યું ઘરમાં શાસન ચલાવવા નોકઝોક કરતા સાસુ-વહુ બંનેમાંથી કોના હાથમાં ગામના શાસનની ધૂરા આવશે.

(7:49 pm IST)