Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

લાંચ લેતા રંગેહાથ ઝડપાયેલ કચ્છ નશાબંધી અધિકારીના ઘરમાંથી 7.84 લાખ રોકડા--ચાંદીના ત્રણ બિસ્કિટ મળ્યા

મહેસાણા એસીબીની ટીમ દ્વારા લાંચ લેનાર અધિકારીના ઘરમાં તપાસ

ભુજ : કચ્છની નશાબંધી અને આબકારી ખાતાની કચેરીમાં ઈન્ચાર્જ સુપ્રિન્ટેન્ડેન્ટ તરીકે ફરજ બજાવતા . એમ. પરમાર ગુરૂવારે રૂપિયા બે હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા હતા. દરમિયાન આરોપીના ઘરમાં સર્ચ ઓપરેશન હાથ ધરતા તેમાથી રોકડા રૂપિયા 7 લાખ 84 હજાર 750 મળી આવ્યા છે. સાથે ચાદીના 50 ગ્રામના 3 બિસ્કીટ પણ મળ્યા છે.

ભુજની નશાબંધી અને આબકારી ખાતાની કચેરીમાં દારૂની પરમીટ રીન્યુ કરવા માટે 2 હજારથી 5 હજાર સુધીની રકમની લાંચ પેટે માંગવામાં આવતી હોવાની ફરિયાદને આધારે એસીબી દ્વારા સફળ ડિકોય કરવામાં આવી હતી. જેમાં મૂળ મહેસાણાના નશાબંધી અધિક્ષક અને ભુજના ઈન્ચાર્જ સુપ્રિન્ટેન્ડેન્ટ .એમ. પરમાર ડિકોયર અરજદાર પાસેથી રૂપિયા બે હજારની લાંચની રકમ સ્વીકારતા રંગેહાથ ઝડપાયા હતા. લાંચ કેસની તપાસ પૂર્વ કચ્છ એસીબી પી.આઈ પી.કે પટેલ ચલાવી રહ્યા છે. લાંચનો કેસ હોવાથી ઝડપાયેલા અધિકારીના ઘરમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયુ હતુ. મહેસાણા એસીબીની ટીમ દ્વારા લાંચ લેનાર અધિકારીના ઘરમાં તપાસ હાથ ધરાઈ હતી.

(11:18 pm IST)