Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

મીઠાપુર : જે.કે. મહેતાને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ

મીઠાપુર : અભ્યાસ એ જીવનનો મહત્વનો પાયો છે અને શિક્ષક એ આપણા ગુરૂ કહેવાય છે સૌથી મોટામાં મોટા ફાળો મનુષ્ય જીવનમાં ગુુરૂનો જ રહેલો છે તેવામાંપણ અમુક શિક્ષકો તો પોતાના વિદ્યાર્થીઓ માટે સદાય પ્રેરણારૂપ બની રહે છે. આવા જ એક ઉમદા શિક્ષક જે.કે.મેહતા વ્યાયામ શિક્ષક (સ્વામિનારાયણ હાઇસ્કૂલ પોરબંદર) ના છે કે જેઓ ઘણા બાળકો ની પ્રેરણા બની ચુકયા છે. તેથી જ તેઓ ને જીલ્લા કક્ષા ના શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ આપવામાં આવ્યો છે. શાળા પરિવાર તેમજ ૪ ગુજ. નેવલ એન સી સી સ્ટાફ તથા એન સી સી ફ્રેન્ડસ ગ્રુપ તથા તમામ મિત્રો અભિનંદન પાઠવે છે. આ તકે બાબુભાઇ બોખિરીયા અને ધનસુખભાઇ ભંડેરી ઉપસ્થિત રહયા હતા.(તસ્વીર-અહેવાલ : દિવ્યેશ જટણીયા મીઠાપુર)

(11:40 am IST)