Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

ગીરગઢડાના સીમાસીમાં તીનપતી જૂગાર રમતા ૧૧ શખ્સો ૭૩ હજારની રોકડ સાથે ઝડપાયા

ઉના તા. ૯ :.. ગીરગઢડા તાલુકાના સીમાસી ગામે તીનપતી જૂગાર રમતા ૧૧ શખ્સોને જીલ્લા ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ૭૩ હજાર ૩૪૦ રોકડા તથા ર મોટર સાયકલ મોબાઇલ ફોન ૧ર મળી કુલ રૂ. ૧પ૦૩૪૦ ના મુદામાલ સાથે પકડી પાડયા છે.

એલ. સી. ગીર સોમનાથના પોલીસ ઇન્સ્પેકટર વી. આર. રાઠોડ, પીએસઆઇ કે. જે. ચૌહાણના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ એલ. સી. બી.નાં પ્રફુલભાઇ વાઢેર, શૈલેષભાઇ ડોડીયા, રાજૂભાઇ ગઢીયા, ઉદયસિંહ પ્રતાપસિંહ પેટ્રોલીંગમાં હતા ત્યારે સીમાસી ગામ ચુડાસમા ફળીયામાં ખુલ્લામાં જૂગાર રમતા ભાવેશ દેવડા સોલંકી, પ્રતાપ દેગણ સોલંકી, ભગત રણશી સોલંકી, ધીરૂ લાખા ચારણીયા, અરજણ હીરા ચારણીયા, રફીક કાસમ ગામેતી, વિજય નગુ ચૌહાણ, ફારૂક હુસેન કચરા, પ્રવિણ ધીરૂ શીંગડ, ગોવિંદ ભાણા ચૌહાણ, ગોવિંદા ભાણા ચૌહાણ રે. સીમાસી, કાજરડી, સોનારી કેસરીયા ગામના ને રોકડા રૂપિયા ૭૩૩૪૦ રોકડા, ૧ર મોબાઇલ ફોન રૂ. ૩ર૦૦૦ મોટર સાયકલ નંગ-ર, રૂ. ૪પ૦૦૦ મળી કુલ રૂ. ૧,પ૦,૩૪૦૯  સાથે જૂગાર રમતા પકડી તમામને ગીરગઢડા પોલીસ  સ્ટેશને લાવી ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી.

(11:39 am IST)