Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

મોરબી: જેતપર હાઇવે રોડ નજીક બાઈક પર ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતો એક આરોપી ઝડપાયો

મોરબીમાં જેતપર હાઇવે રોડ નજીક બાઈકમાં વીદેશી દારૂની હેરાફેરી કરતા એક ઈસમની મોરબી તાલુકા પોલીસે ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી જેતપર હાઇવે રોડ પીપળી ગામથી આગળ એસ્સાર પેટ્રોલ પંપની નજીક રોડ ઉપર તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. એ દરમિયાન આરોપી પ્રવિણભાઇ લખમણભાઇ સાલાણી પોતાના હવાલાવાળા બાઈક પર જેના નં.GJ-36-D-0647 છે કિં.રૂ.૨૦,૦૦૦ વાળામાં નીકળતા પોલીસે તેને અટકાવતા આરોપી પાસેથી ભારતીય બનાવટના વિદેશી ઇગ્લીશ દારૂ મેકડોલ નંબર-૧ સુપીરીયર વીસ્કી ઓરીજનલ ફોર સેલ ઇન હરીયાણા ઓન્લી લખેલ ૭૫૦ મીલી કાચની શીલ બંધ બોટલ નંગ-૪ તથા વાઇટ લેગ વોટકા ઓરેન્જ ફલેવર ફોર સેલ ઇન રાજસ્થાન ઓન્લી લખેલ ૭૫૦ મીલી કાચની શીલ બંધ બોટલ નંગ-૮ એમ મળી કુલ બોટલ નંગ-૧૨ કિમત રૂપિયા-૩૯૦૦નો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે તેની અટકાયત કરી બાઈક તેમજ દારૂના જથ્થા સહિત કુલ રૂ. ૨૩,૯૦૦નો મુદામાલ જપ્ત કરી પ્રોહી એકટ કલમ-૬૫(એ)(ઇ),૧૧૬(બી),૯૮(૨) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

(12:54 am IST)