Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

આઇજી સંદીપ સિંહ દ્વારા લોકોની સુખાકારી માટે ધ્વજારોહણ બાદ ડીવાયએસપી સમીર સારડા દ્વારા પાલખી ઉપાડવામાં આવતા જય જયકારના નારા ગૂંજયા

લોકોનો વિશ્વાસ સખ્ત મહેનત સાથે ઇશ્વરના આશીર્વાદ જરૃરી હોવાની ઉતર સૌરાષ્ટ્રના રેન્જ વડા સંદીપ સિંહની નીતિ લોકો સાથે પોલીસ તંત્રમાં પણ નવી ઊર્જા પેદા કરી રહી છેે : દ્વારકા મંદિરના ખાસ ફરજ પરના અધિકારી દ્વારા એજ રાતે અન્ય ધર્મના કાર્યક્રમમાં ભાવપૂર્વક ભાગ લીધોઃ દ્વારકા એસપી નીતીશ પાંડે પણ સર્વધર્મ સંભાવના હિમાયતી, જગતના પાલનહારના આશીર્વાદની તક ચૂકતા નથી

રાજકોટ તા.૯ઃ જગન્નાથજી યાત્રા માફક યાત્રાધામ દ્વારકામાં જિલણા એકાદશી નિમિતે યોજાતી ઠાકોરજીના બાલ સ્વરૃપની દર્શનીય પાલખી યાત્રામાં પોલીસ દ્વારા પરંપરા મુજબ ગાર્ડ ઓફ ઓનર આપવા સાથે સમગ્ર પ્રજા સાથે દૂધમાં સાંકળ માફક ભળી અને લોકોનો વિશ્વાસ જીતી મહેનત સાથે ભકિતનો પણ રંગ ભળે અને સર્વ ધર્મ સમભાવની આલેહક જાગે તથા કાયદો વ્યવસ્થા વધુ મજબૂત રીતે સાઁભળી શકાય તેના ભાગરૃપે ભાવિકોની લાગણી ધ્યાને રાખી દ્વારકા મંદિરમાં સુરક્ષાની જવાબદારી માટે ખાસ પસંદગી પામેલ ડીવાયએસપી સમીર સારડા દ્વારા પાલખી ઉપાડતા ભાવિકો દ્વારા જય જયકારના નારા ગુંજવા લાગ્યા હતા.

કોઇ કાર્ય કરવા હોય તો તેમાં લોકોનો વિશ્વાસ પ્રથમ જીતવો પદે તેવું દ્રઢપણે માનતા અને કોરોના કાળ સમયે નિયમત હોસ્પિટલમાં ઓકિસજન પહોંચે તે માટે કાર્યરત રહેલા આ અધિકારીઓ મુસ્લિમ બિરાદરો દ્વારા મળેલ નિમંત્રણ આધારે ત્યાં પણ પહોંચી આદર પૂર્વક જોડતા મુસ્લિમ બિરાદરો પણ ખૂબ પ્રશસન્ન થયેલ.

લોકોનો વિશ્વાસ અને પ્રેમ સંપાદન કરવાની અને કાયદો વ્યવસ્થા માટે સખત મહેનતમાં ઇશ્વરના આશીર્વાદ પણ એટલા જ જરૃરી હોવાનું માનતા અને તમામ ધર્મને આદર આપતા રાજકોટ રેન્જ વડા સંદીપસિંહ દ્વારા પણ દ્વારકા બંદોબસ્ત પ્રસંગે જવાના સમયે દ્વારકાધીશ મંદિરે ધ્વજારોહણ કરવા સાથે લોકોની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી, જેની ખૂબ સારી અસર તમામ જિલ્લાઓમાં પડી હતી, આમ લોકોને સાથે માત્ર કાયદા પાલન પૂરતો નાતો રાખવાને બદલે લોકોના તહેવારોમાં ફરજ પાલન સાથે આસ્થાની નીતિનું અનુકરણ હવે ઊતર સૌરાષ્ટ્રના જિલ્લામાં ખૂબ પ્રચલિત બનતા તમામ ધર્મના લોકો હવે પોલીસ હવે પોલીસ પાસે વિશ્વાસથી મુશ્કેલી સાથે કોઇ અસામાજિક અને દેશ વિરોધી પ્રવૃતિની માહિતી પણ આપે તેવું વાતાવરણ છેલ્લા ૪ વર્ષથી ઊતર સૌરાષ્ટ્રમા પક્કડ રાખનાર આઇજી સંદીપસિંહ દ્વારા ઉભુ કરાયું છે.

ઠાકોરજીના બાલ સ્વરૃપ કંકલાસ કુંડ જે સૂર્યકુંડ તરીકે પ્રસિદ્ધ છે જે સ્નાન પાછળ ધાર્મિક સાથે સાયન્ટિફિક કારણ પણ છુપાયેલ છે તેવા કુંડમાં શાસ્ત્રોકત પૂજન બાદ બાલ સ્વરૃપ સાથે ભાવિકો દ્વારા પણ સ્નાન કરાવવામાં આવેલ. આ સમયે હાજર દ્વારકા એસપી નીતીશ પાંડે દ્વારા પણ પોતાના પગ બોળી લોકો સાથે ઓતપ્રોત થવાના કાર્યમાં જોડતા લોકો ખુશ ખુશાલ બન્યા હતા, આ અધિકારી પણ નિયમ પાલન સાથે સર્વધર્મ સમભાવ જેવી નીતિમાં વિશ્વાસ કરે છે.

(3:41 pm IST)