Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

બગસરાનાં હડાળાની દેસાઇ સ્‍કુલમાં તસ્‍કરો ત્રાટકયાઃ પ.૯પ લાખની ચોરી

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ૯ :.. બગસરાના હડાળા ગામે દેસાઇ એજયુકેશન સ્‍કુલમાં તા. ૭ થી ૮ દરમ્‍યાન કોઇ તસ્‍કરોએ સ્‍કુલ બિલ્‍ડીંગના ગેટના તાળા તોડી અંદર પ્રવેશ કરી એકાઉન્‍ટટની ઓફીસમાંથી ટેબલમાં રાખેલ વિદ્યાર્થીઓની સ્‍કુલ ફી ના રૂા. ૩,ર૧,૦૦૦ તથા રોકડ ફી ના ૧,૪૭,પ૦૦ તથા વાહન ફીના રૂા. ૧,ર૧,૬૦૦ તથા યુનિફોર્મ ફીના રૂા. પ૬૯૦ કુલ મળી રૂા. પ,૯પ,૭૯૦ ની રોકડ ચોરી કરી લઇ ગયાની હરેશભાઇ મનસુખભાઇ દેસાઇએ બગસરા પોલીસમાં ફરીયાદ નોંધાવતા બનાવની તપાસ પીઆઇ ડી. વી. પ્રસાદ ચલાવી રહ્યા છે.

મોત

અમરેલીના છગનભાઇ ઉમેદભાઇ ભટ્ટી ઉ.ર૪ છેલ્લા પાંચ વર્ષથી માનસીક બીમાર હોય છેલ્લા એકાદ વર્ષથી બીમારીમાં વધારો થયો હતો જેથી પોતે પોતાની મેળે દોરીવડે ગળાફાંસો ખાઇ લેતા તેનું ઘટના સ્‍થળે મોત થયાનું તેમના મોટાભાઇ કરશનભાઇ ભટ્ટીએ અમરેલી સીટી પોલીસમાં જાહેર કરેલ છે.

મોત

રાજૂલાના ચેતનભાઇ ચીમનભાઇ રાઠોડ ઉ.૩૭ ને છેલ્લા એક વર્ષથી કોઇ કામ ધંધો કરતા ના હોય આર્થીક ભીસમને લીધે પોતે પોતાની મેળે છેલ સાથે ગાદલાની ખોળ બાંધી ગળા ફાસો ખાઇ લેતા તેમનું મોત થયાનું તેમના નાનાભાઇ પ્રકાશભાઇ રાઠોડે રાજૂલા પોલીસમાં જાહેર કરેલ છે.

(2:09 pm IST)