Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

સાવરકુંડલા ખાતે કોંગ્રેસનો જનસંવાદ કાર્યક્રમ યોજાયો

(દિપક પાંધી દ્વારા) સાવરકુંડલા, તા. ૯ :  આવી રહેલ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સાવરકુંડલા લીલીયા વિધાનસભા બેઠકની ચૂંટણી લક્ષી પૂર્વ તૈયારી સંદર્ભે કોંગ્રેસી કાર્યકરો સાથે જનસવાદ કાર્યક્રમનું આયોજન સાવરકુંડલા ખાતે કરવામાં આવ્‍યું હતું.

આ કાર્યક્રમમા઼ અમરેલી સંસદીય બેઠનાં રાષ્‍ટ્રીય કોંગ્રેસ પ્રભારી અને રાજસ્‍થાન સરકારના મંત્રી સુખરામ બીશ્નોઇ અને સહપ્રભારી ગોપાલ મીના ખાસ હાજર રહ્યા હતા. જનસંવાદ કાર્યક્રમમાં અમરેલીના ધારાસભ્‍ય પરેશ ધાનાણી સાવરકુંડલાના પ્રતાપભાઇ ઉપસ્‍થિત કાર્યકરોને માર્ગદર્શન આપ્‍યુ હતું. પ્રતાપભાઇ એ કોરોના કાળમાં કહેવાતા રાષ્‍ટ્રભકતો લોકોની મદદે આવવાને બદલે ઘરે બેસી ગયા હતા. ત્‍યારે કપરા સમયમાં કોંગ્રેસના ધારાસભ્‍ય અને કાર્યકરો લોકોની સેવામાં સતત હાજર રહ્યા હતા. લોકોમાં શકય તેટલી કેદારનાથમાં મદદ કરેલી તે યાદ કરી ભાજપ સરકાર ઉપર પ્રહારો કર્યા હતા. તો રેશ ધાનાણીએ ચુંટણીનાં માહોલ દરમિયાન હિન્‍દુ-મુસ્‍લીમ કોમ વચ્‍ચે તોફાનો કરવાની સાજીરા થવાની શકયતા બતાવી કાર્યકરોને ચેતવ્‍યા હતા. રાજસ્‍થાનથી આવેલા મંત્રી શ્રી ગુજરાત સરકારનાં વિકાસ મોડલનાં દાવાને જુઠો હોવાનું કહી ગુજરાતમાં આરોગ્‍ય શિક્ષણ રોડ રસ્‍તાના પ્રશ્નો લોકો હાલાકી ભોગવી રહ્યાનું જણાવ્‍યું હતું. જનસંવાદ કાર્યક્રમમાં સાવરકુંડલા-લીલીયા મત વિસ્‍તારમાંથી મોટી સંખ્‍યામાં કાર્યકરો ઉમટી પડયા હતા. કાર્યક્રમમાં સાવરકુંડલા નગરપાલીકાનાં પૂર્વનગર પતિ શ્રીમતિ કુંદનબેન અઢિયા/ વિપુલભાઇ ઉનાવા-અમરેલી જીલ્લા કોંગ્રેસ અગ્રણી હરીકાકા સગર-જીલ્લા પંચાયતને પૂર્વ ઉપપ્રમુખ હાર્દિકભાઇ કાનાણી, શહેર કોંગ્રેસ પ્રમુખ કનુભાઇ ડોડીયાચ, તાલુકા કોંગ્રેસ પ્રમુખ મતુભાઇ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ડી.કે. રૈયાણી, કોંગી અગ્રણી વલ્લભભાઇ જીંજુવાડીયા-દાનુભાઇ ખુમાણ, ભરતભાઇ ગીડા વગેરે હાજર રહ્યા હતા. કાર્યક્રમની સફળના માટે નગરપાલીકાના પૂર્વ ઉપપ્રમુખ નાસીરભાઇ સોહાણે અને પૂર્વ કાઉન્‍સીલર હસુભાઇ બગડા સહિત કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.

(2:05 pm IST)