Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

દરેડ, સરમત, સામપર, જામનગનરમાં જુગાર રમતા ૨૯ સ્‍ત્રી-પુરૂષો ઝડપાયા

જામનગર, તા.૯: અહીં પંચ બી પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. હરદેવસિંહ ઉમેદસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે,  દરેડ ગામ પટેલ સમાજની બાજુમાં અશ્વિનભાઈ પટેલની ઓરડીઓની બાજુમાં આરોપીઓ દેવીસેહ ગણેશસેહ યાદવ, રાજેશ જગદેવ યાદવ, મહેન્‍દ્ર ગજરાજ કુર્મી, રાજેન્‍દ્ર લક્ષ્મીનારાયણ કોરી, રનમથ જગદીશ યાદવ, અનીલ કિશોર કોરી, જીતેન્‍દ્ર બદ્રી યાદવ, રાજેન્‍દ્ર કિશોર યાદવએ હારજીત કરી રૂ.૧૬,૧૪૦/ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

સિકકા પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. જયપાલસિંહ રાજેન્‍દ્રસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, સરમત પાટીયા, કેનાલ રોડ, રાવલસર ગામ સીમ વિસ્‍તાર ખોડુભા વિરજી જેઠવાની વાડી પાસે આરોપીઓ વેજાણંદભાઈ સાજણભાઈ લગારીયા, જયસુખ ભોજાભાઈ ટોયટા, અજય ડાયાભાઈ ટારીયા, બાબુભાઈ મનસાભાઈ સરૈયા, સવજીભાઈ ભાદાભાઈ ટોયટા, ધર્મેન્‍દ્રસિંહ જશવંતસિંહ ઝાલા, નટવરસિંહ જશવંતસિંહ દેદાએ રમાડી પૈસાની હારજીત કરી રોકડા રૂ.પ૬,૧૦૦/- તથા મોબાઈલ નંગ-૭, કિંમત રૂ.૩૦,પ૦૦/- તથા મોટરસાયકલ નંગ-૪, કિંમત રૂ.૧,પ૦,૦૦૦/- મળી કુલ રૂ.ર,૩૬,પ૦૦/- ના મુદામાલ સાથે રેઈડ દરમ્‍યાન ઝડપાઈ ગયેલ છે.

જોડીયા પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. અજયભાઈ રાયધનભાઈ વિરડા એ ફરીયાદ નોંધાવી છે કે, સામપર ગામમાં પ્‍લોટ વિસ્‍તારમાં આવેલ સરમરીયા દાદાના મંદિર પાસે શેરીમાં આરોપી શૈલેષભાઈ ધનજીભાઈ વાઘેલા, અમરશીભાઈ દામજીભાઈ મકવાણા, કાસમભાઈ ઈબ્રાહીમભાઈ સંઘા, અશોકભાઈ બચુભાઈ મુંડીયાએ હારજીત કરી રેઈડ દરમ્‍યાન રોકડા રૂ.૧૦,૧૦૦/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

અહીં સીટી સી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. વિજયભાઈ ડાયાભાઈ કારેણા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૮-૮-ર૦રરના વિશાલ હોટલ પાછળ, સુપર ફર્નીચર પાસે, સિઘ્‍ધાર્થનગર સોસાયટી શેરી નં.૧માં આરોપી રાજેશભાઈ બિપીનચંદ્ર જોષી, મનસુખભાઈ રામજીભાઈ પરેશા, ગીરધરભાઈ નથુભાઈ જોડ, સુરેશભાઈ કાનાભાઈ સોંદરવા, ખેરાભાઈ વિરાભાઈ દુલીયાએ રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્‍યાન રોકડા રૂ.૧૦,૮પ૦/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

સીટી સી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. ખીમશીભાઈ ગોવિંદભાઈ ડાંગર એ ફરીયાદ નોંધાવી છે કે, ગણપતિનગર, હનુમાન ડેરી પાસે ભંગારવાડા પાસે આરોપીઓ ગોવિંદભાઈ રણછોડભાઈ ચૌહાણ, ભાવેશ પરસોતમભાઈ સોલંકી, રસીકભાઈ જીવરાજભાઈ જીલીયા, મણીબેન ગોવિંદભાઈ રણછોડભાઈ ચૌહાણ, જયાબેન વજુભાઈ સીગરખીયા એ ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુ્રગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્‍યાન રોકડા રૂ.૧૦,૧પ૦/- સાથે ઝડપાઈ ગયેલ છે.

બિમારી સબબ યુવાનનું મોત

હાપા ગામે એલ્‍ગન સોસાયટી, હનુમાનજીના મંદિરની બાજુની શેરીમાં રહેતા કિશોરભાઈ અરજણભાઈ મકવાણા, ઉ.વ.પ૪ એ પંચ એ પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે, નાગજીભાઈ કિશોરભાઈ મકવાણા, ઉ.વ.૩૦ એ ગઈકાલે ઘરેથી હાપા માર્કેટીંગ યાર્ડ ખાતે મજુરી કામે ગયેલ હોય અને સાંજે ઘરે પરત આવેલ ન હોય અને હાપા મેલડી માતાજીના મંદિર પાસે આવેલ બાકડા પર રાત્રીના સુઈ ગયેલ હોય એ કોઈપણ કુદરતી બિમારીના કારણે મૃત્‍યુ પામેલ છે.

(2:04 pm IST)