Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

ધ્રોલમાં હર ઘર તિરંગા રેલી

ધ્રોલ : શહેરમાં ૭પ આઝાદી કા અમળત મહોત્‍સવ અંતર્ગત હર ઘર તિરંગા રેલી દ્વારા જન જાગળતિ અભિયાનના ભાગરૂપે ધ્રોલ શહેરની બી.એમ.પટેલ મા. તથા ઉ.મા. શાળા-વાંકિયામાં ૨૭ ગુજરાત બટાલિયન NCC યુનિટ હેઠળના વિદ્યાર્થી, ૧૦૪ NCC કેડેટો તથા NCC ANO કિરીટભાઈ તથા  PI ભારાભાઈ બુચડ તથા સહયોગી ટ્રેનર પારસભાઈ અરણિયા તથા હિતેશભાઈ લિંબાસીયા દ્વારા ભવ્‍ય રેલીનું આયોજન કરવામાં આવેલ. જેના દ્વારા લોકોમાં દેશ ભાવના, રાષ્‍ટ્ર પ્રેમ તથા જવાબદાર ભારતીય નાગરીક બને તે હેતુથી અલગ-અલગ રસ્‍તાઓ પર ફલેગ માર્ચ અને નારા બોલીને રેલીનું આયોજન કરેલ હતું.(તસ્‍વીર-અહેવાલ : હસમુખરાય કંસારા ધ્રોલ)

(2:01 pm IST)