Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

જામનગરમાં પડાણામાં દોઢ, શેઠ વડાળા, જામવાડી, વાંસજાળીયા, પરડવામાં ૧ ઇંચ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર,તા. ૯ : જામનગર જીલ્લાના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ઝાપટાથી માંડીને દોઢ ઇંચ વરસાદ પડયો છે.

જેમાં લાલપુર તાલુકામાં પડાણામાં દોઢ ઇંચ તથા જામજોધપુર તાલુકાના વાંસજાળીયા, શેઠ વડાળા, જામવાડી, પરડવામાં એક ઇંચ વરસાદ પડયો છે.

જ્‍યારે દરેડ સમાણા, ધુનડા, ધ્રાફા, મોટા ખાડબા, મોડપરામાં ઝાપટા વરસ્‍યા છે.જ્‍યારે જામજોધપુરમાં પોણા બે ઇંચ તથા જામનગર શહેરમાં ઝાપટા પડયા છે.

(1:59 pm IST)