Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

ધોરાજી ખાતે યા હુસેનના નારા સાથે ૧૦૦ જેટલા તાજીયા

ધોરાજી : સૈયદ રૃસ્તમ માતમની આગેવાની હેઠળ ૧૦૦ જેટલા તાજીયા યા હુસેનના ગગન ભેદી નારા સાથે પળમાં આવ્યા હતા. આ તકે સૈયદ રૃસ્તમ માતમના વારસદાર સૈયદ બશીર મિયા રૃસ્તમ વાલા સૈયદ જવિદ રૃસ્તમ વાલા અને સૈયદ અનું બાપુ રૃસ્તમ વાલા દ્વારા વિવિધ કાર્યક્રમ યોજાયાં હતા આ સાથે ધોરાજી મુસ્લિમ સમાજના અગ્રણી હાજી ઇબ્રાહીમભાઇ કુરેશી સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે સાંજે વિશાળ તાજીયા જુલૂસ અને બહારપરામાં હુસેની કમિટી દ્વારા આયોજિત નીયાજ અને સવાર તાજીયા કરબલા તરફ જવા રવાના થશે.

(1:51 pm IST)