Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

લોરેન્‍સ બીશ્‍નોઇ ગેંગના નામે મોરબીના વેપારી પાસેથી ૨૫ લાખની ખંડણી માંગનાર શખ્‍સને બિહારથી દબોચી લેવાયો

ભય બતાવવા વેપારી અનિલભાઇ કગથરાના મોબાઇલમાં રિવોલ્‍વર તથા કાર્ટીસનો વિડીયો મોકલ્‍યો : ઓનલાઇન પેમેન્‍ટ મોકલવા અથવા પરિણામ ભોગવવા ધમકી આપી'તી : રેન્‍જ આઇજી સંદિપસિંહ તથા મોરબી એસ.પી. રાહુલ ત્રિપાઠીની ટીમ ગણત્રીની કલાકોમાં રહસ્‍ય ખોલી ગેંગસ્‍ટરના નામનો ઉપયોગ કરનાર શખ્‍સને ઝડપી લીધો : પંજાબી ગાયક અને કોંગ્રેસના નેતાના હત્‍યા કેસમાં સંડોવાયેલ બિશ્‍નોઇ ગેંગના સાગ્રીતો દ્વારા સુપરસ્‍ટાર સલમાનખાનને ધમકી હોય આ ગેંગના નામનો ઉપયોગ કરી મોરબીના વેપારી પાસે ખંડણી મંગાઇ'તી

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા. ૯ : પંજાબી ગાયક અને કોંગ્રેસના નેતા સિદ્ધુ મૂસેવાલા હત્‍યા કેસમાં સંડોવાયેલી બિશ્નોઇ ગેંગનું નામ આજથીᅠ૨ᅠમાસ પહેલા ચર્ચામાં આવ્‍યું હતું. અને હાલમાં જ આ ગેંગના સભ્‍યો દ્વારા સુપરસ્‍ટાર સલમાન ખાનને પણ જાનથી મારી નાખવાંની ધમકી આપવામાં આવી હતી. ત્‍યારે મોરબીના એક વેપારીના ફોનમાં વ્‍હોટ્‍સએપ કોલ દ્વારા અજાણ્‍યા ઈસમે લોરેન્‍સ બીશ્નોઇ ગેંગનો માણસ હોવાની ઓળખ આપીᅠᅠરૂ.૨૫ᅠલાખની ખંડણી માંગ્‍યાની ઘટનામાં રેન્‍જ આઇ.જી. સંદિપસિંહ તથા મોરબી પોલીસ વડા રાહુલ ત્રિપાઠીની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કરી ગણત્રીની કલાકોમાં જ લોરેન્‍સ બિશ્‍નોઇ ગેંગના નામે ધમકી આપનાર શખ્‍સને બિહારથી દબોચી લઇ પૂછતાછ હાથ ધરી છે.

મળતી વિગતો મુજબ નાનીવાવડી રોડ,ᅠરાધાપાર્ક સોસાયટીમાં રહેતા વેપારી અનિલભાઇ વલ્લભભાઇ કગથરાએ પોલીસ ફરિયાદમાં જણાવ્‍યું હતું કે,ᅠતા.૨૯ /૦૭/૨૦૨૨ ના કલાક ૦૨/૧૨ થી સાંજના પાંચેક વાગ્‍યા દરમ્‍યાન આરોપીએ લોરેન્‍સ બીશ્નોઇ ગેંગના માણસની ઓળખ આપી મોબાઇલ નંબર +૧(૪૨૫)૬૦૬-૪૩૬૬ᅠઉપર થી અનિલભાઇના મોબાઇલમાં વ્‍હોટ્‍સએપ પર ઓડીયો, વીડિયો મેસેજ કર્યા હતા અને વ્‍હોટ્‍સએપ કોલ દ્વારા અનિલભાઇનેᅠડરાવી ધમકાવી બળજબરીથી રૂપિયા ૨૫ લાખ કઢાવી લેવાનીની માંગણી કરીહતી અને એસ.બી.આઇ બેન્‍ક એકાઉન્‍ટ, પેટીએમ, ગુગલ પે. તથાᅠᅠફોન પે. ઉપર રૂપિયા મોકલી આપવાનું કહ્યું હતું અને જો રૂપિયા ૨૫ લાખ નહી આપે તો અનિલભાઇ તથા તેના પરીવારના સભ્‍યોને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી અનિલભાઇના મોબાઇલ માં રીવોલ્‍વર તથા કાર્ટીઝનો વીડિયો મોકલીને મૃત્‍યુનો ભય બતાવ્‍યો હતો.આ ફરિયાદને આધારે મોરબી સીટી એ ડિવીઝન પોલીસે આઇ.પી.સી. કલમ ૩૮૪,૩૮૭,૫૦૭,૫૧૧ મુજબ ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્‍ટ્રના પેરીસ ગણાતા મોરબીમાં બિશ્‍નોઇ ગેંગના નામે વેપારી પાસેથી ખંડણી મંગાતા ખળભળાટ મચી ગયો છે.

દરમિયાન મોરબીના જાણીતા ઉદ્યોગપતિ અનિલભાઈ કગથરાંને જાનથી મારી નાખવાની ધમકી આપી ૨૫ લાખની ખંડણી જાણીતા ગેંગ સ્‍ટર દ્વારા ધમકી આપી હોવાની ચર્ચા સંદર્ભે તાકીદે મોરબી પોલીસને તપાસના આદેશ આપનાર રાજકોટ રેન્‍જ અર્થાત્‌ ઊતર સૌરાષ્ટ્રના વડા સંદીપ સિંહેને મોરબી એસપી રાહુલ ત્રિપાઠી દ્વારા જે રિપોર્ટ સુપ્રત કરવામાં આવ્‍યો છે તેમાં આ સમગ્ર મામલો સાયબર ફ્રોડ દ્વારા જાણીતા ગેંગ સ્‍ટરોના નામના ઉપયોગ દ્વારા દેશ ભરના સુખી અને સમૃદ્ધ લોકોને બનાવટી કોલ દ્વારા ડરાવવા ધમકાવતો હોવાનું બહાર આવ્‍યું છે.ᅠ ᅠ

સલમાનખાનને ધમકી આપનાર ગેંગ સ્‍ટારના નામે મોરબીના ઉદ્યોગપતિને ધમકી મળ્‍યા બાદ રાજકોટ રેન્‍જ વડા સંદીપ સિહ દ્વારા પોતાના સાયબર સેલ મારફત પણ તપાસ શરૂ કરાવેલ. મોરબી એસપી રાહુલ ત્રિપાઠી સ્‍થાનિક પોલીસ સાથે ક્રાઇમ બ્રાન્‍ચ પણ જોડાયેલ.ᅠ

પヘમિ બંગાળમાં જેમ ઓનલાઇન ફ્રોડ કરવામાં મસ્‍ટરી છે તેમ બિહાર અને ઝારખંડના અમુક ચોકકસ સ્‍થળો દ્વારા આવી ગેંગ ઊભી થયેલ છે, મોરબી પોલીસ બિહાર સુધી પહોંચી આવા એક આરોપીને પકડી મોરબી લાવી છે, ખાનગીમાં તપાસનો ભારે ધમધમાટ ચાલે છે.

(2:12 pm IST)