Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

ઓખા નજીક 'રત્ન સાગર' બોટની જળ સમાધી : ૨ માછીમારોને બચાવતુ કોસ્ટગાર્ડ

પોરબંદરઃ પોરબંદર ગુજરાત કોસ્ટગાર્ડ ટીમ મધદરિયે રેસ્કયુ ઓપરેશન હાથ ધરીને બે કૃ મેમ્બરો બચાવ્યા છે. ઓખા નજીક ફિશિગ કરતી બોટે જળ સમાધિ લેતા બે કૃ મેમ્બરોએ મદદ માંગી હતી. કોસ્ટગાર્ડના હેલિકોપ્ટર અને ચાલી સીપ સી-૪૧૩ દ્વારા રેસ્કયુ કરી બચાવાય છે. રત્ન સાગર નામથી ફિશિંગ બોટે જળ સમાધિ લીધી હતી. હાલ બન્ને કૃ મેમ્બરો કિનારા પર લાવી પ્રાથમિક સારવાર આપી છે. (તસ્વીર-અહેવાલ : પરેશ પારેખઃ પોરબંદર)

(12:39 pm IST)