Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

વાંકાનેરમાં ડીવાયએસપી દ્વારા ચુસ્ત બંદોબસ્ત

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા. ૯ :.. મોહર્રમના પર્વ અંતર્ગત ગઇ રાત્રીએ તાઝીયાનું ઝૂલૂસ ફરી રહ્યુ હતું ત્યારે સૌહાર્દપૂર્ણ વાતાવરણ વચ્ચે આ પર્વનું સમાપન થાય એ હેતુથી મોરબી ડીવાયએસપીશ્રી પઠાણ સાથે પીઆઇ વસાવા તથા બે પીએસઆઇ અને પોલીસ કાફલાએ મારકેટ ચોક ખાતે સરસ બંદોબસ્ત ગોઠવ્યો હતો જેની ઠેર ઠેર પ્રશંસા થઇ રહી છે.

વહેલી સવારે ૪ વાગ્યે તાજીયાઓ પોતપોતાના માતમમાં ગોઠવાયા હતાં. આજે સવારે ૧૧ વાગ્યે ફરી ઝૂલૂસ તેના રાબેતા મુજબ ફરશે. ઝૂલૂસનું સમાપન રાત્રે દસેક વાગ્યે ગ્રીન ચોક ખાતે તમામ તાજીયાઓ એકત્ર થયા બાદ ઝૂલૂસનું સમાપન થશે.

(12:37 pm IST)