Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં. ૫,૭ અને ૧૧ માં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

(વિનુ જોષી દ્વારા)જૂનાગઢ તા. ૯ : રાજય સરકાર દ્વારા હાથ ધરાતી અનેકવિધ લોકઉપયોગી યોજનાઓ પ્રવૃત્તિઓ તથા વહીવટ પરત્વે પ્રજાજનોના પ્રશ્નોનાં ન્યાયિક ચોકકસ તથા ઝડપી ઉકેલ માટે રાજય વ્યાપી સેવા સેતુ કાર્યક્રમમાં આઠમાં તબકકાનો પ્રારંભ કરવામાં આવેલ છે. જે અંતર્ગત મહાનગરપાલિકા,જૂનાગઢ દ્વારા શહેરકક્ષાના વોર્ડનં - ૫,૭ અને ૧૧ની જાહેર જનતા માટે સેવાસેતુ કાર્યક્રમ શિવમ પાર્ટી પ્લોટ, બંસીધર સોસાયટી, ગીરીરાજ રોડ ખાતે યોજાયો. તેમાં મેયર ગીતાબેન એમ.પરમારનાં હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવેલ. તેમજ સ્થાયી સમિતિ ચેરમેન  હરેશભાઈ પરસાણા, કોર્પોરેટર  હિમાંશુભાઈ પંડયા, સીમાબેન પીપલીયા, સરલાબેન સોઢા, ડે.કમિશનર જયેશ. પી.વાજા, પ્રોગ્રામ ઓફિસર વત્સલાબેન દવે,ઓફીસ સુપ્રી. જીગ્નેશ પરમાર ઉપસ્થિત રહ્યા હતા.

રાજ્યસરકાર દ્વારા પારદર્શક, સંવેદનશીલ વહીવટીતંત્રને વેગવંતુ બનાવવાના હેતુથી રાજય સરકારના વિવિધ વિભાગો તથા મહાનગરપાલિકા તંત્ર દ્વારા અનેકવિધ યોજનાઓ, સહાયો, જાહેર સેવાઓને લગતા પ્રશ્નો વગેરે બાબતે કુલ ૨૬ સ્ટૉલ કાર્યરત હતા. સરકારનાં જુદા-જુદા ૧૩ વિભાગોની ૫૬ યોજના હેઠળ લાભ આપવામાં આવેલ. જેમાં આધારકાર્ડ નોંધણી, માં અમૃતમકાર્ડ નોંધણી, જન્મ મરણ નોંધણી, સખી મંડળ, જનધન યોજના, મામલતદાર કચેરી દ્વારા રેશનકાર્ડમાં નામ ફેરફાર આવકના દાખલા જાતીના દાખલા, જુદી જુદી બેંકો દ્વારા ખાતા ખોલવા, વિજળીકરણ, સ્વરોજગાર યોજના ગુજરાત એસ.ટી.નિગમ દ્વારા માસીક પાસ તથા ઓનલાઈન રીઝર્વેશન વગેરે બાબતોના સ્ટોલ કાર્યરત કરવામાં આવેલ છે. અને વ્યકિતલક્ષી રજુઆત પણ ધ્યાને લઈ તેનો નિકાલ કરવામાં આવેલ તેમજ આ કાર્યક્રમ દરમ્યાન શહેરીજનો દ્વારા જુદા-જુદા વિભાગોની કુલ -૨૩૦૩ અરજી કરવામાં આવેલ. જેમાંથી તમામ અરજીઓનો સ્થળ ઉપર જ હકારાત્મક નિકાલ કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં લાભાર્થીઓને લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર, જન્મનું પ્રમાણપત્ર તથા ગુમાસ્તા ધારાહેઠળ પ્રમાણપત્ર, આવકનો દાખલો,માં કાર્ડ, આધાર કાર્ડ જેવી અનેક યોજનાઓનો લાભ લાભાર્થીઓને સ્થળ ઉપર એનાયત કરવામાં આવેલ છે. તેમજમહાનગરપાલિકાના અધિકારીઓ /કર્મચારીઓ તેમજ રાજય સરકારના વિવિધ વિભાગના કર્મચારીઓ અને શહેરીજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.(

(12:28 pm IST)