Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

ભાદર-૨ ડેમના ૨ દરવાજા ૪ ફુટ ખોલાયાઃ ૧૯ ગામોમાં ચેતવણી

રાજકોટ તા. ૯: રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ભૂખી ગામ પાસેનો ભાદર -૨ ડેમ હાલ નિર્ધારિત સપાટીએ ભરાઈ જતાં ૨ દરવાજા ૪ ફૂટ ખોલવામાં આવેલ છે. ડેમમાં ૧૧૧૦૮ ક્‍યુસેકના પ્રવાહની આવક છે હાલ ડેમમાંથી ૧૧૧૦૮ ક્‍યુસેકનો પ્રવાહ છોડવામાં આવે છે.

ધોરાજી તાલુકાના ભોળા, ભોલગામડા, છાડવાવદર,સુપેડી ગામ તથા ઉપલેટા તાલુકાના ડુમિયાણી, ચીખલીયા, સમઢીયાળા, ગણોદ, ભીમોરા,ગાધા, ગંદોડ, હાડફોડી, ઇસરા, કુંઢેચ, લાઠ, મેલી મજેઠી, નિલાખા, તલગણા,ઉપલેટા ગામોના ગ્રામજનોને નદીના પટમાં અવર-જવર નહીં કરવા તથા સાવચેત રહેવા ફલડ કંટ્રોલ રૂમની યાદીમાં જણાવાયું છે.

(12:23 pm IST)