Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

ઉપલેટામાં નજીકનો વેણુ ડેમ ઓવરફ્‌લોઃ ત્રણ દરવાજા ત્રણ ફૂટ ખોલ્‍યા

(કૃષ્‍ણકાંત ચોટાઇ દ્વારા) ઉપલેટા, તા.૯: છેલ્લા ૨૪ કલાક દરમિયાન ઉપલેટામાં સતત વરસ થયેલો વરસાદ સાંજના ૮:૦૦ વાગ્‍યા સુધીમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્‍યો નોંધાયેલો છેજ્‍યારે વેણુ ડેમની ઉપરવાસમાં વરસાદ પડતા વિનુ ડેમમાં પાણીની આવક વધી જતા અને ડેમનો તબક્કા વાર લેવલ જાળવવા ગઈકાલે વેણુ એમના ત્રણ દરવાજા ત્રણ ફૂટ ખોલવામાં આવેલા હતા. આજુબાજુના ડેમની નીચેણ વિસ્‍તારમાં આવતા ગ્રામ્‍ય વિસ્‍તારો ગધેથડ નાગ વગર ગણોદના લોકોને સાવચેત રહેવા વહીવટી તંત્ર દ્વારા જણાવવામાં આવેલ હતું.

ગધેથડ ગામ નજીક આવેલ વેણુ-ડેમ ઓગષ્‍ટ માસના રૂલ લેવલ ૫૨.૫૩ ફુટ મુજબ ૧૦૦% ભરાયેલ હોય, ૧૫૧૦ કયુસેક આવક/જાવક હોય બે દરવાજા ૧ ફુટ ખોલવામાં આવેલ છે. ગધેથડ, નાગવદર, મેખાટીંબી, વરજાંગ જાળીયા ગામના લોકોએ નદી પટમા, નિચાણ વિસ્‍તારમા ન જવા સૂચના આપવામાં આવે છે.

(11:05 am IST)