Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

દારૂની બોટલનો વિડીયો વાયરલ કરતા ભાયાવદર પાલિકા પ્રમુખ સસ્‍પેન્‍ડ

ભાજપે સત્તાનો દુરૂપયોગ કર્યો - હું કોર્ટમાં અરજી કરીશઃ નયનભાઇ જીવાણી

(કળષ્‍ણકાંત ચોટાઈ દ્વારા) ઉપલેટા તા.૯: માસ પહેલા ભાયાવદર બસ સ્‍ટેન્‍ડ ચોકમાં કેટલીક ઇંગલિશ દારૂની બોટલો પડેલ હતી આ દારૂની બોટલોનું વિડીયો બનાવી પ્રમુખ નયનભાઈ જીવાણીએ આ વિડીયો વાયરલ કર્યો હતો અને પોલીસને જાણ કરેલ હતીકે બસ સ્‍ટેન્‍ડ ચોકમાં રહેલી આ બોટલોને હટાવી લો અને બોટલો રાખનાર સામે પગલાં લો આ વિડીયો વાયરલ થતા એસપીના ધ્‍યાનમાં આવતા એસ.પી.એ નગરપાલિકાના પ્રમુખ નયનભાઈ જીવાણી સામે ગુનો દાખલ કરવાની સૂચના આપતા ભાયાવદર નગરપાલિકાના પ્રમુખ નયનભાઈ જીવાણીની સામે ગુનો દાખલ કરી તેમની અટકાયત કરવામાં આવતા તેઓ પીઘેલ હોવાનું પોલીસ જણાવી પીધેલી હાલતનો બીજો ગુનો દાખલ કરેલો હતો. આમ બે ગુનામાં પોલીસે પકડેલ અને ત્‍યારબાદ તેઓ જામીન ઉપર છૂટેલા હતા આ અંગે ચીફ ઓફિસરે નગરપાલિકા પ્રાદેશિક નિયામકને રિપોર્ટ કરતા પ્રાદેશિક નિયામકે આ રિપોર્ટ નગરપાલિકા એડમિનિસ્‍ટ્રેટ ગાંધીનગરને મોકલી આપતા ગાંધીનગર થી તેઓને બીજો હુકમનો થાય ત્‍યાં સુધી સસ્‍પેન્‍ડ કરવાનો અને નગરપાલિકાના જ ઉપપ્રમુખને ચાર્જ આપવાનો હુકમ કરેલો હતો.    

 અંગે નગરપાલિકાના પ્રમુખને જીવાણીનો સંપર્ક કરતા તેઓએ જણાવેલ હતું કે આ એક રાજકીયના ખોળી છે નગરપાલિકાનું બોર્ડ કોંગ્રેસ પાસે હોય ભાજપના કેટલાક લોકો દ્વારા મારી સામે થયેલ કેસનો દુરુપયોગ કરી અને મને સસ્‍પેન્‍ડ કરતો હુકમ કરવામાં આવેલ છે મારી સામે પીધેલા કેસનો હજુ સુધી એફએસએલ રિપોર્ટ આવેલ નથી મેં વિડીયો બનાવેલો તે પોલીસને જાણ કરેલી હતી કે અહીંયા દારૂની બોટલો પડી છે અને લોકો નીકળે છે એટલે અહીંથી દૂર કરો આ બોટલો દૂર કરો અને બદલે પોલીસે મારી સામે જ ગુનો ઉંધેલો હતો આ બંને  ગુનામાંથી એક પણ ગુનામાં હું નથી આમ છતાં ભાજપના હિસાબે અધિકારીઓએ પોતાની સત્તાનો દુરુપયોગ કરી મને સસ્‍પેન્‍ડ કરેલ છે પરંતુ મને ન્‍યાયાલયમાં પૂરો વિશ્વાસ છે અને હું હાઇકોર્ટ માંથી આ હુકમ સામે ટેલી ફરીથી પ્રમુખ પદે બેસીસ એટલો મને ન્‍યાયાલય પર વિશ્વાસ છે અને હું કોર્ટમાં આ અંગે સરકાર સામે ચેલેન્‍જ કરવાનો છું.

(11:02 am IST)